Samsung આ મહિને લોન્ચ કરવા જઈ રહ્યું છે 2 નવાં 5G સ્માર્ટફોન, જાણો બંનેના ફીચર્સ

newzcafe
3 Min Read

Samsung આ મહિને લોન્ચ કરવા જઈ રહ્યું છે 2 નવાં 5G સ્માર્ટફોન, જાણો બંનેના ફીચર્સ


Samsung જાન્યુઆરીમાં Galaxy A14 5G અને Galaxy A23 5Gના નામે 2 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. AINSના રિપોર્ટ મુજબ ફોનની કિંમત લગભગ 15,000 હજાર રૂપિયાથી શરૂ થશે. ફોનની કિંમત સાથે તેમાં કેટલાક ફીચર્સની પણ માહિતી સામે આવી છે.


 


Samsung Galaxy A14 5Gના સંભવિત ફીચર્સ


ડિઝાઈનઃ રિપોર્ટ મુજબ આ ફોનની ડિઝાઈન Samsung Galaxy A22ના ફ્લેમ જેવી હોઈ શકે છે. આ ફોનની ડિઝાઈનમાં પાવર બટન અને વોલ્યૂમ બટન રાઇટ સાઇડમાં હોઈ શકે છે. આ ફોનનો ફ્રન્ટ કેમેરા notch ડિસ્પ્લેમાં હોઈ શકે છે.


ડિસ્પ્લેઃ આ ફોનમાં 6.5 ઇંચની LCD ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં 90 HZનો રિફ્રેશ રેટ મળે એવી શક્યતા છે.


કેમેરાઃ સેમસંગ તેના આ ફોનમાં ટ્રિપ્પલ કેમેરા સેટઅપ સર્કુલર રિંગ્સમાં આપી શકે છે. આ સેટઅપમાં 50MPનો મેઇન બેક કેમેરા અને 2 MPના અન્ય કેમેરા હોઈ શકે છે. આ સાથે જ LED ફ્લેશ પણ મળી શકે છે.


બેટરીઃ આ ફોનમાં 5000 mAhની બેટરી મળે તેવી શક્યતા છે. આ માટે 15Wનું ફાસ્ટ ચાર્જિંગ ફીચર પણ મળી શકે છે.


OS: આ ફોન Android 13 પર આધારિત One UI 5.0 સાથે લોન્ચ થઈ શકે છે.


નેટવર્કઃ કંપની આ ફોનને 5G નેટવર્ક સાથે લોન્ચ કરી શકે છે.


અન્ય ફીચર્સઃ આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, વાઇફાઇ, 3.5mm જેક, ડ્યુઅલ સિમ અને બ્લૂટૂથ જેવા ફીચર્સ પણ હોય એવી શક્યતા છે.


 


Samsung Galaxy A23 5Gના ફીચર્સ


ડિસ્પ્લેઃ સેમસંગના આ ફોનમાં 5.8 ઇંચની સ્ક્રીન પર HD+ મળી શકે છે. આ ફોનમાં 720 x 1560 પિક્સ પર રિઝોલ્યૂએશન મળી શકે છે.


પ્રોસેસરઃ કંપની આ ફોનમાં Exynosનું ઓકટા કોર પ્રોસેસર આપશે.


રેમ અને મેમોરીઃ આ ફોનમાં 8 GB સુધીની રેમ અને 128 GBનું ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. તો માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનની મેમોરી 1 TB સુધી વધારી શકાય છે.


કેમેરાઃ આ સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 50MPનો મેઇન બેક કેમેરા, 5 MPનો અલ્ટ્રા વાઇડ કેમેરા, 2 MPનો ડેપ્થ કેમેરા અને 2 MPનો માઇક્રો કેમેરા ફ્લેશ લાઇટ સાથે મળી શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5 MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.


વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટઃ આ સ્માર્ટફોનને IP68નું રેટિંગ આપવામાં આવ્યું છે. જે સ્માર્ટફોનને વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ બનાવે છે.


OS: આ સ્માર્ટફોનને કંપની એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરી શકે છે. પણ હવે સેમસંગે તેમાં એન્ડ્રોઇડ 13નું એપડેટ OneUI 5.0 તરીકે જાહેર કરી દીધું છે.


કલરઃ આ સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને પીચ કલરમાં મળી શકે છે.


અન્ય ફીચર્સઃ આ ફોનમાં ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ, 3.5mm જેક અને Wifi જેવા ફીચર્સ હશે.

Share This Article