Financial Planning Tips: ૩૦ વર્ષની ઉંમર પહેલા કરી લો આ ૪ કામ, નહીંતર ભવિષ્યમાં વેઠવી પડશે આર્થિક તંગી; જાણો યુવાવસ્થામાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવાના ફાયદા

Arati Parmar
3 Min Read

Financial Planning Tips: દુનિયાની તેજ રફ્તાર સાથે આજના યુવાનો પણ બદલાઈ રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં જોવામાં આવે છે કે, નોકરી લાગ્યાના તરત જ પછી યુવાનો પોતાના ખર્ચાઓ પણ વધારી દે છે. દર મહિને આવી રહેલી સેલરી મોંઘા ફોનની ઈએમઆઈ (EMI), પ્રીમિયમ જૂતા-કપડાં, દર મહિને ટ્રિપમાં ખર્ચ થવા લાગે છે. આ બધા દરમિયાન તેઓ ફાઇનાન્શિયલ પ્લાનિંગને પૂરી રીતે ભૂલી જાય છે અથવા તો ઇગ્નોર કરવા લાગે છે.

આ ભૂલ ભવિષ્યમાં તેમને ખૂબ ભારે પડી શકે છે. બાબતોના જાણકારો તો પહેલી નોકરીની સાથે જ બચત અને રોકાણને પ્રાથમિકતા આપવાની વાત કહે છે. સાથે જ રોકાણનું સાચા સમયે શરૂ થવું પણ ખૂબ જરૂરી છે. જો તમારી ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે તો, આ કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બનાવી શકો છો, જેથી તમારે કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાનીનો સામનો ન કરવો પડે…

- Advertisement -

૧. ઈમરજન્સી ફંડ ચોક્કસ બનાવો

જીવનમાં એવા ઘણા પ્રસંગો આવે છે જ્યારે લોકોને તરત જ પૈસાની જરૂર હોય છે. આવા પ્રસંગોએ તમારું બનાવેલું ઈમરજન્સી ફંડ તમારો સૌથી શ્રેષ્ઠ મિત્ર હોય છે. નોકરીની અનિશ્ચિતતાઓ વચ્ચે તો પોતાના ૩ મહિનાના ખર્ચ બરાબરનું ઈમરજન્સી ફંડ બનાવવાની સલાહ આપવામાં આવે છે. અચાનક નોકરી જતી રહ્યા પછી આ ફંડ તમને આર્થિક રીતે સંભાળી રાખે છે.

- Advertisement -

૨. રોકાણની આદતને અપનાવવી

પોતાની મંથલી ઈન્કમ (માસિક આવક) નો કેટલોક હિસ્સો ચોક્કસ રોકાણ કરવો જોઈએ. નાનું-નાનું રોકાણ પણ લાંબા ગાળે એક મોટું ભંડોળ બનાવી શકે છે. જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત થાય છે અને તમારે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડતો નથી.

- Advertisement -

૩. દર મહિનાનું બજેટ બનાવવું

દર મહિના માટે બજેટ બનાવવાથી તમે ઘણાબધા વધારાના ખર્ચથી બચી શકો છો. બજેટ બનાવવું જેટલું જરૂરી હોય છે, એટલું જ જરૂરી છે તેને ફોલો કરવું. આવું કરવાથી તમને તમારા ખર્ચ મર્યાદિત કરવામાં મદદ મળે છે અને બચેલા પૈસાને રોકાણ કરવાની તક મળે છે.

૪. સિબિલ સ્કોરને બહેતર બનાવવાની કોશિશ કરો

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો સિબિલ સ્કોરને મજબૂત જાળવી રાખવો ખૂબ જરૂરી છે. આ માટે સમયસર બિલ ચૂકવો અને પોતાની ક્રેડિટ લિમિટથી વધુ ખર્ચ કરવાનું ટાળો. સારો સિબિલ સ્કોર હોવા પર ભવિષ્યમાં જરૂરિયાતના સમયે બેંકમાંથી લોન મળવાની શક્યતા સરળ થઈ જાય છે.

Share This Article