India City Income: ચેન્નાઈમાં સૌથી વધુ કર્જ, દિલ્હી-NCR દેશનું સૌથી મોટું બજાર; 100 શહેરોના અભ્યાસમાં સામે આવ્યા રસપ્રદ આંકડા

Arati Parmar
3 Min Read

India City Income: દેશના મોટા શહેરો વિશે કરવામાં આવેલા એક અભ્યાસમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. તેના અનુસાર કમાણી અને બચતના મામલે દક્ષિણનું શહેર બેંગલુરુ સૌથી આગળ છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધુ અમીર પરિવારો રહે છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈના લોકો સૌથી વધુ ઉધાર લે છે, જ્યારે દિલ્હી-NCR દેશનું સૌથી મોટું બજાર છે.

પ્રાઇસ-ટાટાની 100 સિટી સ્ટડી ધ મેની અર્બન ઇન્ડિયાઝ અનુસાર કમાણીના મામલે બેંગલુરુ પ્રથમ ક્રમે છે. આ શહેરમાં એવરેજ એન્યુઅલ હાઉસહોલ્ડ ઇન્કમ 28.3 લાખ રૂપિયા છે, જે કોલકાતાની તુલનામાં 1.7 ગણી વધારે છે. તેમાં ચંડીગઢ બીજા ક્રમે છે, જ્યારે વડોદરા અને દિલ્હીની એવરેજ એન્યુઅલ હાઉસહોલ્ડ ઇન્કમ 25.9 લાખ રૂપિયા છે.

- Advertisement -

અમીરીમાં મુંબઈ આગળ

પરંતુ અમીર પરિવારોના મામલે મુંબઈ સૌથી આગળ છે. અહીં 26.1% પરિવારોની વાર્ષિક આવક 36 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે. દિલ્હીમાં આ આંકડો 22.4%, ચેન્નાઈમાં 12.6%, કોલકાતામાં 10.4%, હૈદરાબાદમાં 8.8% અને બેંગલુરુમાં 8% છે. મિડલ ઇન્કમના મામલે હૈદરાબાદ સૌથી આગળ છે. અહીં 68.1% પરિવારોની વાર્ષિક આવક 6થી 36 લાખ રૂપિયાની વચ્ચે છે. વાર્ષિક 1.5થી 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા પરિવારોની સૌથી વધુ સંખ્યા કોલકાતા (35.2%)માં છે.

જોકે સૌથી વધુ ખર્ચ કરવાના મામલે ચંડીગઢ સૌથી આગળ છે. અહીં પ્રતિ પરિવાર વાર્ષિક ખર્ચ 19.2 લાખ રૂપિયા છે. ત્યારબાદ તિરુવનંતપુરમ, વડોદરા, તિરુપુર, સુરત, બેંગલુરુ, પુણે, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતાનો ક્રમ આવે છે. તેમાં ખાણીપીણી પર 29.9%, હાઉસિંગ પર 23.3%, ટ્રાન્સપોર્ટેશન પર 22.2%, એજ્યુકેશન પર 7%, ફેશન પર 5.7% અને હેલ્થકેર પર 5.2% ખર્ચ થાય છે.

- Advertisement -

સેવિંગ્સ અને કર્જ

સેવિંગ્સની વાત કરીએ તો દેશના છ મોટા શહેરોમાં પરિવારોની સેવિંગ્સ તેમની ઇન્કમના 42 ટકા છે, જ્યારે ઓલ ઇન્ડિયામાં આ આંકડો 25 ટકા છે. સેવિંગ્સના મામલે બેંગલુરુ પ્રથમ ક્રમે છે. અહીંના પરિવારો પોતાની ઇન્કમના 45.9 ટકા સેવ કરે છે. ત્યારબાદ દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈનો ક્રમ આવે છે.

કર્જ લેવાના મામલે ચેન્નાઈ નંબર વન છે. આ શહેરમાં ડેટ ટુ ઇન્કમ રેશિયો 27.7 ટકા છે. છ મોટા શહેરોનો રેશિયો 18.5 ટકા છે. આ યાદીમાં કોલકાતા બીજા અને મુંબઈ ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં આ રેશિયો 18 ટકા છે, જ્યારે બેંગલુરુમાં 15.7 ટકા અને હૈદરાબાદમાં 14 ટકા છે.

- Advertisement -

દિલ્હી સૌથી મોટું બજાર

ખપતના મામલે દિલ્હી-NCR સૌથી આગળ છે. અહીં 75 લાખ પરિવારો વાર્ષિક સરેરાશ આશરે 15 લાખ રૂપિયા ખર્ચ કરે છે. તેનું માર્કેટ સાઇઝ આશરે 11.2 લાખ કરોડ રૂપિયાનું છે, જે મુંબઈ અને બેંગલુરુના કમ્બાઇન્ડ માર્કેટ જેટલું છે. જોકે પ્રતિ પરિવાર ખર્ચના મામલે ચંડીગઢ પ્રથમ ક્રમે છે.

Share This Article