Big news about 50 rupee note: ₹50 નોટ અંગે મોટું અપડેટ, RBI નવી નોટ લાવશે, જૂની નોટ બંધ થશે?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Big news about 50 rupee note: 50 રૂપિયાની નોટને લઈને હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ બજારમાં આવી જશે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે કહ્યું કે તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ત્યારે નવી નોટ બહાર પડતા 50ની જૂની નોટો બંધ થઈ જશે?

મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં શક્તિકાંત દાસની જગ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નવી નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી સિરીઝની રૂ. 50ની નોટો જેવી છે.”

- Advertisement -

RBIએ એ પણ સ્પષ્ટ કર્યું કે અગાઉ જાહેર કરાયેલ રૂ. 50ની નોટ હજુ પણ કાનૂની ટેન્ડર રહેશે અને તેનો ઉપયોગ કરી શકાશે. એટલે કે જૂની નોટો બંધ નહીં થાય તે ચાલુ જ રહેશે પણ તેની સાથે નવી નોટો પણ બજારમાં મુકાશે. જે બન્ને માન્ય ગણાશે.

નોંધનીય છે કે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની નોટની સાઈઝ 66 mm x 135 mm છે અને તેનો બેઝ કલર ફ્લોરોસન્ટ બ્લુ છે. નોટના પાછળના ભાગમાં રથ સાથે હમ્પીની તસવીર છે, જે દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે નું હાલ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

આપને જણાવી દઈએ કે દેશમાં 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લગાવ્યાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ લોકો હજુ પણ હજારો કરોડ રૂપિયાની આ નોટોને પકડી રાખે છે. તાજેતરમાં RBIએ આ અંગે અપડેટ જાહેર કર્યું હતું. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે 31 જાન્યુઆરી, 2025 સુધીમાં 98.15 ટકા ગુલાબી નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને 6,577 કરોડ રૂપિયાની આવી નોટો હજુ પણ લોકો પાસે બાકી છે.

RBIના આંકડા મુજબ 31 ડિસેમ્બર સુધી બજારમાં 6,691 કરોડ રૂપિયાની નોટો હાજર હતી. તમને જણાવી દઈએ કે ક્લીન નોટ પોલિસી હેઠળ સેન્ટ્રલ બેંકે 19 મે, 2023ના રોજ દેશમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

- Advertisement -
Share This Article