India GDP 2025: કુલ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ જગતમાં અમેરિકા નંબર એકનું અને ચીન નંબર બેનું સ્થાન ધરાવે છે. જગતમાં કુલ ૧૯૫ રાષ્ટ્રો છે તેમાંથી ૧૯૩ રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ પ્રમાણિત સભ્યો છે અને બે રાષ્ટ્રો બિન સભાસદ (નોન મેમ્બર સ્ટેટસ) રાષ્ટ્રો છે તેમાં જીડીપીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન અમેરિકાનું અને બીજું સ્થાન ચીનનું છે. આઇએમએફ રિપોર્ટ જણાવે છે કે, જીડીપીની દ્રષ્ટિએ ૨૦૨૫માં જગતની વર્લ્ડ ઇન્કમ અનુમાનિત ૧૧૩.૮ ટ્રીલીઅન ડોલર્સ છે જેમાં અમેરિકાની જીડીપી ૨૦૨૫માં અનુમાનીત ૩૦.૫૧ ટ્રીલીઅન ડોલર્સ, ચીનની ૧૯.૨૩ ટ્રીલીઅન ડોલર્સ, જર્મનીની ૪.૭ ટ્રીલીઅન ડોલર્સ, ભારતની ૪.૧૯ ટ્રીલીઅન ડોલર્સ, જાપાનની ૪.૧૯ ટ્રીલીઅન ડોલર્સ (ભારત જેટલી જ) અને યુ.કે.ની ૩.૮૪ ટ્રીલીઅન ડોલર્સ, ફ્રાંસની ૩.૨૧ ટ્રીલીઅન ડોલર્સ, ઇટાલીની ૨.૪૨ ટ્રીલીઅન ડોલર્સ અને કેનેડાની ૨.૨૩ ડોલર્સ છે. રશિયા જગતમાં પોતાને પણ શક્તિશાળી રાષ્ટ્ર ગણે છે પરંતુ તેની જીડીપી ભારતની જીડીપી કરતા માત્ર અડધી એટલે કે ૨.૧ ટ્રીલીઅન ડોલર્સ છે.

