Marriage Loan: લગ્ન માટે લોન લેવી હોય તો જાણો વ્યાજદર, જરૂરી દસ્તાવેજો અને પાત્રતાની સંપૂર્ણ માહિતી

Arati Parmar
3 Min Read

Marriage Loan: સમયની સાથે દેશમાં લગ્ન કરવા માટે થતા ખર્ચમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. વધતી મોંઘવારી સાથે આ આયોજનનો ખર્ચ પણ વધ્યો છે. આમ તો આ વર્ષના અંતિમ એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નની મોસમ આવવાની છે, પરંતુ તેના માટે તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે.

વધતી મોંઘવારી સાથે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ઘણા પરિવારો એવા છે, જેઓ લગ્ન માટે બજેટની ચિંતા કરવા લાગ્યા છે. તેમને લગ્ન માટે વેન્યુ, કેટરિંગ, ભાડું, ડેકોરેશન, વીડિયો-ફોટોગ્રાફી, માર્કેટિંગ સહિત અન્ય વસ્તુઓ માટે સારા એવા પૈસાની જરૂર પડે છે. આને ધ્યાનમાં રાખીને ઘણા લોકો લોનની શોધ કરે છે. તેઓ એવી લોનની શોધમાં હોય છે, જે ઓછા વ્યાજદર પર સારી રીતે અને સરળતાથી મળી જાય. અહીં અમે કેટલીક બેંકો વિશે માહિતી આપી રહ્યા છીએ, જે પોતાના પાત્ર ગ્રાહકોને લગ્ન માટે લોનની સુવિધા આપે છે. આ સાથે તેની પાત્રતા અને દસ્તાવેજો વિશે પણ જાણીશું.

- Advertisement -

લગ્ન માટે આ બેંકો આપી રહી છે લોન

દેશની ઘણી બેંકો પોતાના પાત્ર ગ્રાહકોને જરૂરિયાત પડવા પર લગ્ન માટે લોનની સુવિધા આપે છે. આ પર્સનલ લોનનો જ એક ભાગ હોય છે. ઘણી બેંકો તેને મેરેજ લોન અથવા વેડિંગ લોનના નામે પણ આપે છે. લોન પર લાગતા વ્યાજદર અલગ-અલગ બેંકો પ્રમાણે, અલગ-અલગ વ્યક્તિઓની ઉંમર, ક્રેડિટ સ્કોર, રીપેમેન્ટ હિસ્ટ્રી વગેરેના આધારે અલગ-અલગ હોય છે.

  • HDFC બેંક લગ્ન માટે 9.99 ટકા પ્રતિ વર્ષના વ્યાજદરથી લોનની સુવિધા આપે છે.
  • Kotak Mahindra બેંક 10.99 ટકા (લગ્ન લોન શરૂ)ના વાર્ષિક વ્યાજદરથી મેરેજ લોન આપે છે.
  • IDFC બેંકમાં લગ્ન લોનની શરૂઆત 9.99 ટકાના વ્યાજદરથી થાય છે.
  • Axis બેંકમાં પણ મેરેજ લોનની શરૂઆત 9.99 ટકાના વ્યાજદરથી થાય છે.
  • Federal બેંકમાં લગ્ન માટે લોનની સુવિધા 11.99 ટકાના વ્યાજદરથી શરૂ થાય છે.
  • IndusInd બેંકે પાત્ર ગ્રાહકો માટે લગ્ન લોનની શરૂઆત 10.35 ટકાના વાર્ષિક વ્યાજદરથી રાખી છે.
  • Indian બેંક લગ્ન માટે લોન 9.40 ટકા પ્રતિ વર્ષના વ્યાજદરથી આપે છે.

મેરેજ લોન માટે દસ્તાવેજો

મેરેજ લોન માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે. તેમાં ઓળખપત્ર માટે આધાર કાર્ડ, PAN કાર્ડ, વોટર ID કાર્ડ, એડ્રેસ પ્રૂફ માટે વીજળીનું બિલ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, વોટર ID કાર્ડ, નોકરી કર્યાનું પ્રમાણપત્ર, સેલરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ સામેલ છે. આ ઉપરાંત અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડે છે, જેની માહિતી બેંક તરફથી ગ્રાહકોને આપવામાં આવે છે. અલગ-અલગ બેંકો પ્રમાણે પણ કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે. નોકરી કરતા લોકો માટે ITR ફોર્મ 16 અને PAN કાર્ડ જરૂરી હોય છે.

- Advertisement -

સસ્તી લોન માટે ટિપ્સ અને પાત્રતા

  • તમારો ક્રેડિટ સ્કોર 750 અથવા તેનાથી વધુ હોવો જોઈએ.
  • તમારી ઉંમર (અરજદાર) 21થી લઈને 60 વર્ષ સુધી હોવી જોઈએ.
  • તમે કોઈ પ્રાઇવેટ અથવા સરકારી કંપનીમાં નોકરી કરતા હોવા જોઈએ.
  • નોકરી કરવાનો અનુભવ ઓછામાં ઓછો એક વર્ષનો હોવો જોઈએ.
  • તમારો પગાર ઓછામાં ઓછો 20 હજાર રૂપિયા હોવો જોઈએ. જોકે અલગ-અલગ બેંકો પ્રમાણે પગારની પાત્રતા ઓછી-વધુ હોઈ શકે છે.
  • તમે લોન માટે કોઈપણ નજીકની બેંકનો સંપર્ક કરી શકો છો.
  • તમે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ મુલાકાત લઈ શકો છો.
Share This Article