India GDP: ભારતીય અર્થવ્યવસ્થાને તેજી! ત્રીજા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 6.2% પહોંચ્યો.

Arati Parmar
2 Min Read

India GDP: આ વર્ષે ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY25)માં ભારતના અર્થતંત્રે 6.2% વૃદ્ધિ નોંધાવી છે. આ અગાઉના ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)ના 5.6% કરતાં વધુ સારું છે. અર્થશાસ્ત્રીઓ અને ડી-સ્ટ્રીટ નિષ્ણાતોએ પણ Q3 જીડીપી વૃદ્ધિ 6.2-6.3%ની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો હતો, જે સરકારી ખર્ચ અને શહેરી વપરાશમાં સુધારાને કારણે શક્ય બન્યું હતું.

આંકડાઓ શું કહે છે?

- Advertisement -

Q3FY25 GDP વૃદ્ધિ: 6.2% (અગાઉના ક્વાર્ટરમાં 5.6%)

ગયા વર્ષના સમાન ત્રિમાસિક (Q3FY24): 9.5% વૃદ્ધિ

- Advertisement -

2024-25 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન: 6.5%

2023-24 માટે સુધારેલ જીડીપી વૃદ્ધિ: 9.2% (અગાઉ અંદાજિત 8.2%)

- Advertisement -

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ 28 ફેબ્રુઆરીએ આ ડેટા જાહેર કર્યો હતો. જાન્યુઆરી 2025માં બહાર પાડવામાં આવેલા તેના પ્રથમ અંદાજમાં, NSOએ વર્ષ 2024-25 માટે GDP વૃદ્ધિ 6.4% રહેવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ હવે તેને વધારીને 6.5% કરવામાં આવ્યો છે.

આ ગ્રોથનું કારણ શું? 

આ ગ્રોથની વાત કરીએ તો સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કર્યું છે. તેમજ શહેરી વિસ્તારોમાં લોકોની ખરીદ અને ખર્ચ શક્તિમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સેવા ક્ષેત્ર, જે ભારતના જીડીપીનો મુખ્ય ભાગ છે, તેણે સારું પ્રદર્શન કર્યું છે. જેના કારણે જીડીપી વૃદ્ધિ જોઈ શકાય છે.

ભારતની અર્થવ્યવસ્થા ધીરે ધીરે મજબૂત થઈ રહી છે

આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થા ધીરે ધીરે મજબૂત થઈ રહી છે. વૈશ્વિક મંદી અને ફુગાવા છતાં વિકાસ દર ગયા વર્ષની સરખામણીએ ઓછો હોવા છતાં તે હકારાત્મક સંકેત છે. NSOએ વર્ષ 2024-25 માટે GDP વૃદ્ધિ 6.5% રહેવાનો અંદાજ મૂક્યો છે. જો સરકારની નીતિઓ યોગ્ય દિશામાં કામ કરે અને વૈશ્વિક સ્થિતિ સ્થિર રહે તો ભારતની અર્થવ્યવસ્થા વધુ ઝડપથી આગળ વધી શકે છે.

Share This Article