India Smartphone Market Share: ચીનની આ કંપનીના ખિસ્સામાં છે ભારતનું અડધું સ્માર્ટફોન માર્કેટ, ઘટી ગઈ એપલની હિસ્સેદારી

Arati Parmar
2 Min Read

India Smartphone Market Share: દેશના સ્માર્ટફોન માર્કેટ માટે વર્ષની શરૂઆત સારી રહી નથી. માર્ચ ક્વાર્ટરમાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ છેલ્લા છ વર્ષમાં સૌથી નબળું રહ્યું છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર, વાર્ષિક ધોરણે આમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન આઈફોન બનાવતી કંપની એપલની હિસ્સેદારી 12 ટકાથી ઘટીને 9 ટકા રહી ગઈ છે. ભારતના સ્માર્ટફોન બજારમાં ચીની બ્રાન્ડ્સ ઓપ્પો, વિવો અને રિયલમીની હિસ્સેદારી લગભગ 50 ટકા છે. આ ત્રણેય બ્રાન્ડ્સની માલિક એક જ કંપની બીબીકે (BBK) ઇલેક્ટ્રોનિક્સ છે.

રિપોર્ટ મુજબ સ્માર્ટફોનની કિંમત વધી ગઈ છે અને ગ્રાહકો લાંબા સમય સુધી પોતાના ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છે. કમ્પોનન્ટ્સ, ખાસ કરીને NAND અને DRAM ની કિંમત વધવા અને કરન્સીમાં ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ તમામ સેગમેન્ટમાં ભાવ વધાર્યા છે. સરેરાશ સ્માર્ટફોનની કિંમતમાં 1,500 રૂપિયાથી વધુનો વધારો થયો છે. સૌથી વધુ અસર 15,000 રૂપિયાથી ઓછી કિંમતવાળા સેગમેન્ટ પર પડી છે. ભારતીય બજારમાં એન્ટ્રી લેવલ અને સસ્તા સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોની સંખ્યા વધુ છે.

- Advertisement -

કોની કેટલી હિસ્સેદારી?

2026 ના પ્રથમ ક્વાર્ટરમાં વિવો 21 ટકા સાથે માર્કેટ લીડર રહ્યું. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં તેનો માર્કેટ શેર 20 ટકા હતો. આ દરમિયાન સેમસંગની હિસ્સેદારી 18 ટકાથી ઘટીને 17 ટકા રહી ગઈ છે. ઓપ્પો 13.6 ટકા સાથે ત્રીજા નંબરે અડિખમ છે, જ્યારે શાઓમી 12.1 ટકા સાથે ચોથા અને રિયલમી 9 ટકા માર્કેટ શેર સાથે પાંચમા નંબરે છે. એપલની હિસ્સેદારી 12 ટકાથી ઘટીને 9 ટકા થઈ ગઈ છે, જોકે પ્રીમિયમ સેગમેન્ટનું પ્રદર્શન બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટ કરતા સારું રહ્યું છે.

કંપની2026 ક્વાર્ટર-12025 ક્વાર્ટર-1
વિવો21%20%
સેમસંગ17%18%
ઓપ્પો13.6%12%
શાઓમી12.1%13%
રિયલમી9%11%
એપલ9%12%

કોણ છે ફાયદામાં?

માર્ચ ક્વાર્ટરમાં લંડનની કંપની ‘નથિંગ’ (Nothing) સૌથી ઝડપથી વધતી સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ દરમિયાન તેમની ગ્રોથ 47 ટકા રહી. 45,000 રૂપિયાથી મોંઘા પ્રીમિયમ સેગમેન્ટમાં ગૂગલે બાજી મારી લીધી છે, તેની ગ્રોથ 39 ટકા રહી છે. આગામી સમય માટે આઉટલુક પડકારજનક રહેવાનું અનુમાન છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે જૂન ક્વાર્ટરમાં શિપમેન્ટમાં હજુ ઘટાડો આવી શકે છે અને આખા વર્ષમાં 10 ટકાનો ઘટાડો રહેવાની શક્યતા છે.

- Advertisement -
Share This Article