India’s exports to the US rise: ટ્રમ્પની સંરક્ષણવાદી વેપાર નીતિ છતાં, અમેરિકામાં ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો!

Arati Parmar
2 Min Read

India’s exports to the US rise: અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  વેપારમાં સંરક્ષણવાદની નીતિ અપનાવી અમેરિકામાં જ ઉત્પાદન વધારવા પર ત્યાંની કંપનીઓ પર દબાણ વધારી રહ્યા છે ત્યારે ભારત ખાતેથી અમેરિકામાં નિકાસમાં વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં એટલે કે ટ્રમ્પે સત્તાગ્રહણ કરી તે પહેલાના નવ મહિનામાં ભારત ખાતેથી અમેરિકામાં નિકાસ ૬ ટકા જેટલી વધી ૫૯.૯૩ અબજ ડોલર રહી છે.  ભારતના માલસામાનની અમેરિકામાં જોરદાર માગને  કારણે આ વધારો જોવા મળ્યો છે. જ્યારે આ ગાળામાં અમેરિકા ખાતેથી ભારતની આયાત ૧.૯૦ ટકા વધી ૩૩.૪૦ અબજ ડોલર રહી હતી.

- Advertisement -

ડિસેમ્બરમાં નિકાસ ૮.૫૦ ટકા વધી સાત અબજ ડોલર રહી હોવાનું સરકારી ડેટા જણાવે છે જ્યારે આયાત ૯.૯૦ ટકા વધી ૩.૭૭ અબજ ડોલર રહી છે.

આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં બન્ને દેશો વચ્ચેના વેપારમાં વધારો જોવા મળશે સિવાય કે ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવે. ભારતના માલસામાન પર ઊંચા ટેરિફની સ્થિતિમાં દેશની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારત પણ જો વળતા જવાબ તરીકે અમેરિકન માલો પર ટેરિફ લાગુ કરશે તો આયાતમાં ઘટાડો શકય બની શકે છે, એમ સ્થાનિક ટ્રેડરો માની રહ્યા છે.

જો કે અમેરિકા તથા ચીન વચ્ચે શકય ટ્રેડ વોર ભારત માટે લાભદાયી પૂરવાર થઈ શકે છે. ૨૦૨૧-૨૨થી અમેરિકા ભારતનું મોટું વેપાર ભાગીદાર રહ્યું છે. ભારતની માલસામાનની કુલ નિકાસમાંથી ૧૮ ટકા નિકાસ અમેરિકા ખાતે થાય છે જ્યારે કુલ આયાતમાં અમેરિકાનો હિસ્સો ૬ ટકા છે.

અમેરિકાના માલસામાન પર ભારત ઊંચા ટેરિફ વસૂલતુ હોવાનું જણાવી ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ લાગુ કરવા ચૂંટણી પહેલા ચીમકી આપી હતી.

દરમિયાન ચીન ખાતેથી ભારતની  ફિનિશ્ડ સ્ટીલ આયાત એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં વધી સાત વર્ષની ટોચે રહી છે. એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ચીન ખાતેથી ફિનિશ્ડ સ્ટીલની ભારતમાં નિકાસ વાર્ષિક ધોરણે ૧૩.૩૦ ટકા વધી ૨૧ લાખ ટન રહી હતી.

Share This Article