Israel-Iran Economy Comparison: યુદ્ધના મેદાનમાં આર્થિક તાકાતની કસોટી, ઈઝરાયેલ vs ઈરાન જંગમાં કોનું પલ્લું ભારે? વાંચો આ ખાસ આર્થિક રિશ્લેષણ!

Arati Parmar
3 Min Read

Israel-Iran Economy Comparison: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. માનવામાં આવે છે કે ઈરાન જવાબી કાર્યવાહી કરી શકે છે. તેણે ઈઝરાયેલને ધમકી આપતા કહ્યું છે કે લડાઈ તેં શરૂ કરી, ખતમ અમે કરીશું. આનાથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધવાની આશંકા છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય છે તો તેનાથી બંને દેશોની ઈકોનોમી (અર્થતંત્ર) પ્રભાવિત થઈ શકે છે. ઈઝરાયેલને પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકાનું સમર્થન હાંસલ છે, તેથી તે લાંબા સમય સુધી આ યુદ્ધને ઝીલી શકે છે પરંતુ ઈરાનની ઈકોનોમી અમેરિકી પ્રતિબંધોના કારણે પહેલાથી જ ખસ્તાહાલ છે.

ઈઝરાયેલ ઓક્ટોબર ૨૦૨૩ થી ગાઝામાં સૈન્ય ઓપરેશન ચલાવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આ યુદ્ધ પર ઈઝરાયેલે ૨૦૨૪ ના અંત સુધી ૬૭.૫ અબજ ડોલર ખર્ચ કર્યા હતા. ઈઝરાયેલની કેબિનેટે આ વર્ષ માટે અંદાજે ૩૫ અબજ ડોલરનું બજેટ મંજૂર કર્યું છે. ગાઝા યુદ્ધે ઈઝરાયેલની ઈકોનોમીને ખરાબ રીતે હચમચાવી દીધી છે. એક સર્વે મુજબ ૨૦૨૪ માં વર્કર્સની અછત, લોજિસ્ટિક્સના અવરોધો અને સુસ્તીના કારણે અંદાજે ૬૦,૦૦૦ ઈઝરાયેલી કંપનીઓ બંધ થઈ ગઈ. આ દરમિયાન દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

- Advertisement -

માથાદીઠ જીડીપી

પરંતુ ઈરાન સાથે યુદ્ધ લાંબુ ખેંચાય છે તો ઈઝરાયેલની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. જોકે ઈરાનની સરખામણીમાં ઈઝરાયેલ બહેતર સ્થિતિમાં છે. ઈઝરાયેલની જીડીપી (GDP) ના ૨૦૨૬ માં ૬૬૬.૪ અબજ ડોલર રહેવાનો અંદાજ છે. ઈઝરાયેલની વસ્તી અંદાજે ૧ કરોડ અને માથાદીઠ જીડીપી અંદાજે ૬૦,૦૦૦ ડોલર છે. બીજી તરફ ઈરાનની જીડીપી અંદાજે ૩૭૫ અબજ ડોલર છે. તેની વસ્તી ૯.૨૫ કરોડ અને માથાદીઠ જીડીપી અંદાજે ૪,૦૦૦ ડોલર છે.

ઈઝરાયેલની ઈકોનોમી ઇનોવેશન, હાઈ ટેક એક્સપોર્ટ્સ અને સર્વિસીસ પર નિર્ભર છે. બીજી તરફ ઈરાનની કમાણીનું સૌથી મોટું સાધન કાચું તેલ છે. પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશોએ પહેલાથી જ ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી રાખ્યા છે. આનાથી દેશની કરન્સીની વેલ્યુમાં ઘણો ઘટાડો થયો છે. એક ભારતીય રૂપિયાની કિંમત ૧૪,૪૩૪ ઈરાની રિયાલ બરોબર છે. દેશમાં મોંઘવારી ચરમસીમા પર છે. એવામાં ઈઝરાયેલ સાથે લડાઈ લાંબી ખેંચાય છે તો ઈરાનની ઈકોનોમી પૂરી રીતે તબાહ થઈ શકે છે.

- Advertisement -

ઈરાનની ઈકોનોમી

ઈરાનની ઈકોનોમી પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ અને ઇસ્લામી સંગઠનોનો કબજો છે. તેઓ ટેક્સ આપતા નથી અને ન તો કોઈ હિસાબ-કિતાબ આપે છે. દેશની ઈકોનોમીમાં પારદર્શિતા નથી. જાણકારોનું કહેવું છે કે ઈરાન લાંબા સમય સુધી ઈઝરાયેલ સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. ઈરાનની જીડીપીમાં સર્વિસ સેક્ટરનો ૪૭%, ઇન્ડસ્ટ્રીનો ૪૦% અને એગ્રીકલ્ચરનો ૧૨.૫% હિસ્સો છે.

દેશના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સૌથી વધુ રેવન્યુ ઓઈલ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. ઈરાનના તેલ નિકાસમાં ચીનનો ૯૦% થી વધુ હિસ્સો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધ છતાં ઈરાન અને ચીન વચ્ચે તેલ વેપાર પર કોઈ અસર થઈ નથી. જો ઈઝરાયેલ દેશના તેલ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે તો ઈરાનની મુશ્કેલીઓ વધી શકે છે. પશ્ચિમી પ્રતિબંધોના કારણે ઈરાનના લોકોના જીવન ધોરણમાં ભારે ઘટાડો થયો છે અને મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે જતા રહ્યા છે.

- Advertisement -
Share This Article