Sensex 480 પોઇન્ટનો વધારો
Thursday, 01 February 2024
Sensex 480 પોઇન્ટનો વધારો
Sensex 71,600 સપાટી વટાવી ગયો
મુંબઇ: શેરબજારમાં વચગાળાના અંદાજપત્રમાં થનારી જાહેરાતો અને અમેરિકાની ફેડરલના નિર્ણય પહેલાના સાવચેતીના માહોલ વચ્ચે અફડાતફડી ચાલી રહી છે.
જોકે સેન્સેકસ સત્રની પ્રારંભિક નરમાઈમાંથી બહાર આવી ૪૮૬ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૬૦૦ની સપાટી પાર કરી લીધી છે અને નિફ્ટી પણ ૨૧,૭૦૦ તરફ આગળ વધી રહ્યો છે.
બજારના સાધનો માને છે કે યુએસ ફેડના નિર્ણય અને વચગાળાના બજેટ પહેલા સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં કોન્સોલીડેશન જોવા મળી શકે છે. બેન્કિંગ પેકમાં આજે વેચવાલી વધુ હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકોમાં પ્રારંભિક નબળાઈમાં તેમનો વધુ ફાળો રહ્યો હતો.
આ સત્રમાં આજની સંખ્યાબંધ કંપનીઓના પરિણામો જાહેર થવાના હોવા સાથે શેરકક્ષી ચાલ જોવા મળશે. ફરી એકવાર આ સત્રમાં વ્યાપક બજારોએ સારો દેખાવ કર્યો હતો.
આજે રાત્રે ફેડરલનો નિર્ણય અને આવતીકાલે વચગાળાનું બજેટ નજીકના ગાળામાં બજારો પર દબાણ મૂકશે. વૈશ્વિક બજારો રેટ કટની સમયરેખા અને પ્રમાણ પર ફેડની ટિપ્પણી પર આતુરતાથી નજર રાખશે.
ફેડરલ દ્વારા વ્યાજ દરમાં પ્રથમ ઘટાડો જૂન 2024માં થવાની સંભાવના છે. દરમિયાન યુએસ બોન્ડમાં 10-વર્ષની યીલ્ડમાં ઘટાડો હકારાત્મક છે, કારણ કે તે FPI આઉટફ્લોને નિયંત્રિત કરશે. હાલ આ યિલ્ડ 4.02 ટકાના સ્તરે પહોંચી છે.
સ્થાનિક બજાર વચગાળાના બજેટમાં, ખાસ કરીને મૂડી બજારને લગતા રોકાણોના કરવેરા અંગેની કોઈપણ દરખાસ્તો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત બજેટમાં વિવિધ ક્ષેત્રને થનારી ફાળવણીના પ્રતિભાવમાં તે સેક્ટરમાં પસંદગીના શેરોમાં ચોક્કસ હિલચાલ થવાની સંભાવના છે.
