July Tax Deadlines 2026: જુલાઈ મહિનામાં ટેક્સપેયર્સ માટે મહત્વની છે આ ડેડલાઇન્સ, જાણો કઈ તારીખે કયું કામ પતાવવું જરૂરી?

Arati Parmar
2 Min Read

July Tax Deadlines 2026: જુલાઈ 2026નો નવો મહિનો ટેક્સપેયર્સ માટે અત્યંત મહત્વનો રહેવાનો છે. આ દરમિયાન ઈનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવા, TDS જમા કરવા અને ઘણા જરૂરી ટેક્સ ફોર્મ ભરવા જેવી મહત્વની ડેડલાઈન છે. આવા સમયે જો તમે પણ એક ટેક્સપેયર છો તો તમારા માટે જરૂરી છે કે તમે જુલાઈ 2026ની તમામ જરૂરી ડેડલાઈન વિશે માહિતી રાખો. આજે અમે તમને આ ડેડલાઈન વિશે જણાવવાના છીએ. આવો જાણીએ વિગતો.

7 જુલાઈની ડેડલાઈન

- Advertisement -

જે ટેક્સ ડિડક્ટરને ત્રિમાસિક આધાર પર TDS જમા કરવાની મંજૂરી મળી છે, તેમના માટે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાનો TDS જમા કરવાની અંતિમ તારીખ 7 જુલાઈ છે. નક્કી કરેલા સમય બાદ ચૂકવણી કરવા પર વ્યાજ અને અન્ય કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

15 જુલાઈની ડેડલાઈન

- Advertisement -

15 જુલાઈના રોજ ઘણી સંસ્થાઓ અને વિભાગો માટે અલગ-અલગ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખ છે. જેમાં સરકારી વિભાગો, અધિકૃત ડીલર, સ્ટોક એક્સચેન્જ, IFSC યુનિટ્સ અને વિદેશી રોકાણકારો સાથે જોડાયેલા મધ્યસ્થીઓ સામેલ છે.

30 જુલાઈની ડેડલાઈન

- Advertisement -

જૂન મહિના દરમિયાન કાપવામાં આવેલા કેટલાક વિશેષ ટેક્સ માટે ટેક્સ ડિડક્ટરે ચલણ-કમ-સ્ટેટમેન્ટ 30 જુલાઈ સુધીમાં જમા કરવાનું રહેશે.

31 જુલાઈની ડેડલાઈન

31 જુલાઈ આ મહિનાની સૌથી મહત્વની ડેડલાઈન છે. નાણાકીય વર્ષ 2025-26 માટે ITR-1 અને ITR-2 ભરતા કરદાતાઓએ આ દિવસ સુધીમાં પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાનું રહેશે. જો નક્કી કરેલા સમય પર ITR ફાઈલ કરવામાં નહીં આવે, તો બાદમાં બિલેટેડ રિટર્ન ભરવું પડશે, જેની સાથે વધારાની ફી ચૂકવવી પડશે.

સાથે જ 31 જુલાઈ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના TDS અને TCS રિટર્ન જમા કરવાની પણ છેલ્લી તારીખ છે. જેમાં કર્મચારીઓના પગાર પર કાપવામાં આવેલો TDS અને અનિવાસી ટેક્સપેયર્સ સાથે જોડાયેલી ચૂકવણીની વિગતો પણ સામેલ છે.

આ ઉપરાંત 31 જુલાઈ કેટલાક મહત્વપૂર્ણ ટેક્સ ફોર્મ જમા કરવાની પણ અંતિમ તારીખ છે. જેમાં આ ફોર્મ સામેલ છે:

ફોર્મ 10BA – સેક્શન 80GG હેઠળ ભાડા પર મળતી ટેક્સ છૂટ માટે

ફોર્મ 10E – બાકી અથવા એડવાન્સ પગાર પર ટેક્સ રાહત મેળવવા માટે

ફોર્મ 10H, ફોર્મ 10CCE અને ફોર્મ 10CCD – વિદેશી આવક અને રોયલ્ટી સાથે જોડાયેલા કેટલાક ટેક્સ લાભો માટે

Share This Article