LIC Amrit Bal Policy: દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરે છે અને તેને ખાસ કરીને પોતાના બાળકો માટે એવા રોકાણનો પ્લાન બનાવે છે, જ્યાં પૈસા સુરક્ષિત રહેવાની સાથે સાથે રિટર્ન પણ વધુ મળે. ત્યારે દેશની સૌથી મોટી વીમા કંપની LIC દ્વારા સંચાલિત પોલિસી ખૂબ પોપ્યુલર છે. જેમાં બાળકો માટે સ્પેશ્યલ છે LIC અમૃત બાળ પોલિસી (LIC Amrit Bal Policy), જેમાં ઇન્શ્યોરન્સ બેનિફિટ્સ સાથે જ મોટું રિટર્ન મળે છે.
નોન લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન :- LIC દ્વારા બાળકો માટે બધી જ પ્રકારની સારી પોલિસી મેનેજ કરવામાં આવે છે, જે તેમના ભવિષ્ય માટે મોટું ફંડ એકત્ર કરવા સહિત તેમનો અભ્યાસ સહિત અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. LIC અમૃતબાલ (LIC Amritbal) એકદમ ફિટ બેસે છે. આ સ્કીમ એક નોન-લિંક્ડ લાઈફ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જેમાં માતા-પિતા પોતાના બાળકના ભવિષ્યને સિક્યોર કરવા માટે રોકાણની શરૂઆત કરી શકે છે.
વય મર્યાદા અને મેચ્યોરિટી :- LIC અમૃત બાલ પોલિસી લેવા માટે તમારા બાળકની લઘુત્તમ ઉંમર 30 દિવસ હોવી જોઈએ, તેમજ મહત્તમ વય મર્યાદા 13 વર્ષ હોવી જોઈએ. તમે આ પોલિસીને ઓનલાઈન કે ઓફલાઈન કે પછી બંને મોડમાં ખરીદી શકો છો. જેમાં મિનિમમ રોકાણ 2 લાખ રૂપિયા છે, જ્યારે મેક્સિમમ રોકાણ માટે કોઈ લિમિટ સેટ નથી. એટલે કે તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. આ પોલિસીની મેચ્યોરિટી માટે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષનો સમયગાળો પસંદ કરી શકો છો.
પ્રીમિયમ પેમેન્ટ :- અમૃત બાલ પોલિસીમાં પ્રીમિયમ એમાઉન્ટની ચૂકવણી તમે તમારી સગવડના હિસાબે પ્રતિ માસ, ત્રિમાસિક કે છમાસિક કે વાર્ષિક ધોરણે કરી શકો છો. પોલિસીમાં LIC તરફથી સિંગલ પ્રીમિયમ અને લિમિટેડ પ્રીમિયમ બંનેના ઓપ્શન મળે છે, જે અનુસાર તમે વેવર બેનિફિટ રાઇડર એડ કરી શકો છો.
મળશે ગેરંટીડ રિટર્ન :- બાળકોની ખાસ આ LIC પોલિસીમાં મોટો બેનિફિટ એ છે કે તેને ખરીદતાની સાથે પોલિસી પિરિયડના અંત સુધીમાં પ્રત્યેક પોલિસી વર્ષના અંતમાં 80 રૂપિયા પ્રતિ હજાર મૂળ વીમા રકમના દરથી ગેરંટીડ સમએશ્યોર્ડ મળે છે, જેની માટે શરત છે કે પોલિસી ચાલુ હોવી જોઈએ. પોલિસી પ્રીમિયમ પેમેન્ટ ટર્મ માટે તેમાં 5, 6 અને 7 વર્ષના વિકલ્પ મળી રહ્યા છે.
લઘુત્તમ વીમા રકમ 2 લાખ રૂપિયાના હિસાબે ફાયદાની ગણતરી કરો, તો તમે પોલિસી લીધા બાદ 7 વર્ષ PPT પસંદ કરવાથી તમારું વાર્ષિક પ્રીમિયમ લગભગ 30,775 રૂપિયા આવશે અને તેને મહિના અનુસાર જુઓ તો 7903 રૂપિયા હશે. ત્યારે રોકાણ કુલ 2.15 લાખ રૂપિયા હશે, જ્યારે ટોટલ ગેરંટીડ એડિશન 3.84 લાખ રૂપિયા હશે અને આમ 25 વર્ષના મેચ્યોરિટી પિરિયડ પર બાળકને મળનાર કુલ ફંડ 5.84 લાખ રૂપિયા થઈ જશે.
પોલિસી સાથે મળશે આ ફાયદા :- આ એલઆઇસી પોલિસી સાથે અન્ય ફાયદા પણ મળશે, જેમાં પોલિસી શરુ થયાનું એક વર્ષ પૂર્ણ થયા બાદ કે એકલ પ્રીમિયમ માટે ત્રણ મહિના બાદ લોન (Loan) સુવિધા ઉપલબ્ધ થાય છે. જેમાં મહત્તમ લોન રકમ સરેન્ડર વેલ્યુના 90 ટકા સુધી હોઈ શકે છે.
જણાવી દઈએ કે મિનિમમ પ્રીમિયમ પેમેન્ટ બાદ પોલિસી સરેન્ડર કરી શકાય છે. આ સ્થિતિમાં સ્પેશ્યલ કે ગેરંટીડ સરેન્ડર વેલ્યુમાંથી જે પણ વધુ હોય, તેનું પેમેન્ટ કરવામાં આવશે. એક ખાસ વાત એ પણ છે કે LIC Amrit Bal Policyની ઓનલાઇન ખરીદી પર પ્રીમિયમ પ્લાન માટે 10 ટકા અને સિંગલ પ્રીમિયમ પ્લાન માટે 2%ની છૂટ પણ આપવામાં આવે છે.

