M & A PE deals: કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક ગ્રાહક અને રીટેલ બજારોમાં ડીલ પ્રવૃત્તિ વધીને ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી, કારણ કે રોકાણકારોએ નવીનતા સાથે પરંપરાને મર્જ કરતી બ્રાન્ડ્સને સમર્થન આપ્યું હતું, ગ્રાન્ટ થોર્ન્ટન ભારતની નવીનતમ ત્રિમાસિક ડીલ ટ્રેકર રિપોર્ટ દર્શાવે છે. આ સોદામાં મર્જર અને એક્વિઝિશન (એમએન્ડએ) અને પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.
માર્ચ ક્વાર્ટરમાં ટોચના સ્થાને બે અબજ ડોલરના સોદા હતા: પીઈ પ્લેયર ટેમાસેકનું ૧૦ ટકા હિસ્સા માટે હલ્દીરામ સ્નેક ફૂડ્સમાં ૧-બિલિયન ડોલરનું રોકાણ અને વિલ્મર ઈન્ટરનેશનલનું શેરહોલ્ડિંગ વધારવા માટે ૧.૪-બિલિયન ડોલરનું રોકાણ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણકારોના વિશ્વાસમાં વૃદ્ધિનો સંકેત આપે છે.

