દેશમાં પાંચ વર્ષમાં $475 બિલિયન ડોલરનું FDI આવવાનાં એંધાણ, MNC ભારતને રોકાણનું આકર્ષક સ્થળ માને છે
સુધારા અને વૃદ્ધિ દર પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત પાંચ વર્ષમાં $475 બિલિયન ડોલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) હાંસલ કરી શકે છે. EY અને Confederation of Indian Industryના એક અહેવાલ મુજબ, 71 ટકા બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) તેમના વૈશ્વિક વિસ્તરણ માટે ભારતને આકર્ષક રોકાણ સ્થળ તરીકે માને છે.
2021-22માં રેકોર્ડ બ્રેક FDI આવ્યું
96 ટકા MNCs એ કહ્યું કે તેઓ લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર વિશે સકારાત્મક છે. MNCએ GST, વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ પ્રેક્ટિસને પ્રોત્સાહન અને કરવેરામાં પારદર્શિતા સહિતના અન્ય સુધારાઓની પ્રશંસા કરી હતી. મોટાભાગની MNCs માને છે કે ભારતીય અર્થતંત્ર ત્રણ-પાંચ વર્ષમાં વધુ સારું પ્રદર્શન કરશે. છેલ્લા એક દાયકામાં ભારતમાં FDIમાં સતત વધારો થયો છે. 2021-22માં રેકોર્ડ 84.8 અબજ ડોલરનું FDI આવ્યું.
