હવે પ્રાઇમરી બજારમાં પણ તેજીની ધમાલ

Reena Brahmbhatt
1 Min Read

મુંબઇ: એકતરફ શેરબજાર અનેક અવરોધો વટાવી નવી વિક્રમી સપાટી સર કરી રહ્યું છે તો બીજી તરફ પ્રાઇમરી માર્કેટ પણ નવા વિક્રમો સર્જી રહ્યું છે.

share market hol

- Advertisement -

આ વર્ષના માત્ર 6 મહિનામાં 34 કંપનીઓએ રૂ. 31,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. પ્રાઇમરી માર્કેટમાં 2024માં જોરદાર તેજી જોવા મળી છે. પહેલી જુલાઈ, 2024 સુધીના સમયગાળામાં, 34 કંપનીઓ મૂડી બજારમાં પ્રવેશી હતી અને તેમણે પ્રથમ છ મહિનામાં પ્રાથમિક બજારમાં તેમના મેઇન બોર્ડ સેગમેન્ટમાં જાહેર ભરણા લોન્ચ કર્યા હતા.

આ 34 કંપનીઓએ આ વર્ષે આઈપીઓ મારફત રૂ. 31,000 કરોડથી વધુ એકત્ર કર્યા હોવાનું જાણવા મળે છે. આ સંદર્ભે બીજી મહત્વની અને રસપ્રદ વાત એ છે કે આ વર્ષે જાહેર ભરણાં સાથે દાખલ થયેલી થયેલી 75 ટકા જેટલી કંપનીઓએ તેમના શેરધારકોને જોરદાર અથવા સારો નફો રળી આપ્યો છે.

- Advertisement -

એ પણ ખાસ નોંધવુ રહ્યું કે, આમાંથી પાંચ કંપનીઓના શેર તેમની પ્રારંભિક જાહેર ઓફર પછી માત્ર છ મહિનાના સમયગાળામાં જ બમણા અથવા તો ત્રણ ગણાથી વધુ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. વર્ષ 2023માં 58 કંપનીઓએ તેમના જાહેર ભરણાં લોન્ચ કર્યા હતા. આ વર્ષે, માત્ર પ્રથમ છ મહિનામાં, સંખ્યા 34 પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના કુલ કરતાં અડધા કરતાં વધુ છે.

Share This Article