NPS Major Changes: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સાથે જોડાયેલા રોકાણકારો માટે વર્ષ 2025 ઘણી રીતે ખાસ રહ્યું. આ દરમિયાન રિટાયરમેન્ટ પ્લાનિંગને લઈને સરકાર તરફથી ખાસ ધ્યાન આપવામાં આવ્યું, જેથી લોકો ભવિષ્ય માટે વધુ ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકે. આ વર્ષે સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ NPS માં ઘણા મહત્વના બદલાવ કર્યા. આનો ઉદ્દેશ્ય સ્કીમને વધુ સુરક્ષિત અને લવચીક (ફ્લેક્સિબલ) બનાવવાનો હતો. ચાલો જાણીએ, આ વર્ષે થયેલા કેટલાક મુખ્ય બદલાવો વિશે….
1. NPS માં 100 ટકા ઇક્વિટી રોકાણનો મળશે મોકો
સરકાર તરફથી પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ અને રોકાણકારો માટે 1 ઓક્ટોબર 2025 થી NPS માં નવી જમા રાશિને 100 ટકા ઇક્વિટીમાં રોકાણ કરવાની તક આપવામાં આવી છે. આ પહેલા આ લિમિટ 75 ટકા હતી. 100 ટકા ઇક્વિટીમાં રોકાણ એવા રોકાણકારો માટે શ્રેષ્ઠ છે જેઓ લોન્ગ ટર્મમાં વધુ રિટર્ન ઈચ્છે છે અને આ માટે હાઈ રિસ્ક લેવા તૈયાર છે.
2. રિટાયરમેન્ટ નિકાસી (ઉપાડ) ના નિયમમાં બદલાવ
હવે NPS માંથી રિટાયરમેન્ટ પર પૈસા કાઢવાના નિયમો પહેલા કરતા સરળ કરવામાં આવ્યા છે. પહેલા કુલ રકમના ઓછામાં ઓછો 40 ટકા હિસ્સો એન્યુટી (Annuity) માં લગાવવો જરૂરી હતો. નવા નિયમો હેઠળ ઘણા કિસ્સાઓમાં આને ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે. જેનો અર્થ એ છે કે હવે રોકાણકાર પોતાની જમા રાશિનો 80 ટકા સુધીનો હિસ્સો એકસાથે અથવા હપ્તામાં ઉપાડી શકે છે. જેનાથી રિટાયરમેન્ટ પછી પૈસાનું પ્લાનિંગ કરવામાં વધુ સરળતા રહેશે.
3. કેન્દ્રીય કર્મચારીઓ માટે રોકાણના નવા વિકલ્પો
સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે NPS માં રોકાણના નવા વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. હવે કર્મચારીઓ LC75 અને બેલેન્સ્ડ લાઈફ સાયકલ ફંડમાં પણ રોકાણનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ સ્કીમમાં ઉંમરની સાથે ઇક્વિટીનું જોખમ ઓછું થતું જાય છે, જેનાથી રિટાયરમેન્ટના સમય સુધી આ રોકાણ વધુ સુરક્ષિત બને છે.
4. ગિગ વર્કર્સને NPS સાથે જોડવાની પહેલ
સરકાર તરફથી વિવિધ કંપનીઓમાં કામ કરતા ગિગ વર્કરોને NPS સાથે જોડવાની પહેલ શરૂ કરવામાં આવી છે, જેથી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓને પણ રિટાયરમેન્ટ પર આર્થિક સુરક્ષા મળી શકે.
5. એક્ઝિટ સમયે વધુ લવચીકતા (Flexibility)
નવા નિયમો મુજબ, NPS માંથી બહાર નીકળતી વખતે હવે 80 ટકા સુધીની રાશિ ઉપાડી શકાય છે. કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં રોકાણકારોને પૂરેપૂરી 100 ટકા રકમ ઉપાડવાની પણ પરવાનગી આપવામાં આવી છે. જેનાથી રિટાયરમેન્ટ સમયે પૈસાના ઉપયોગને લઈને વધુ આઝાદી મળી છે.

