Personal Loan: જ્યારે તમે પર્સનલ લોન લો છો, તૌ સૌથી પહેલા તમારી નજર વ્યાજ દર પર હોય છે. 10 ટકા, 11 ટકા કે 13 ટકા. તમને લાગે છે કે, બસ આ જ નક્કી કરશે કે, લોન સસ્તી છે કે મોંઘી. પરંતુ સત્ય આનાથી કેટલુય અલગ છે.
અસલી ખર્ચ તે વ્યાજ દરની પાછળ છુપાયેલો હોય છે, જે હંમેશા નાના અક્ષરોમાં લખાયેલા હોય છે. આ તે બાબતો છે જે, નક્કી કરે છે કે, તમારી લોન તમારા માટે રાહત બનશે કે માથાનો દુખાવો. આવો જાણીએ કે, પર્સનલ લોન લેતા પહેલા તમારી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તે તમારા માટે માથાનો દુખાવો ન બને.
વ્યાજમાં સામાન્ય વધારાથી મોટો ભાર- જો તમે 5 લાખની લોન 11 ટકાના વ્યાજ પર 3 વર્ષ માટે લો છો, તો તમારે લગભગ 89,296 રૂપિયાનું વ્યાજ આપવું પડશે પરંતુ, વ્યાજ દર 13 ટકા થઈ જાય, તો આ વ્યાજ 1,06,491 રૂપિયા સુધી પહોંચી જશે. એટલે કે, માત્ર 2 ટકા વ્યાજના કારણે 17,195 રૂપિયાનો વધારાનો ભાર. આ ઉપરાંત, બેંક અને NBFC પ્રોસેસિંગ ચાર્જ, પ્રીપેમેન્ટ ફી અને તમારો ક્રેડિટ સ્કોર, નોકરી પ્રોફાઈલ અને ટેન્યોરના આધાર પર પણ અલગ-અળગ રેટ્સ નક્કી કરે છે.
ક્રેડિટ પ્રોફાઈલ અને ટેન્યોરનું મહત્વ- લોન આપનારી સંસ્થા અથવા બેંક અને NBFC એ જુએ છે કે, તમે તેમના માટે કેટલા વિશ્વાસપાત્ર કે જોખમી ગ્રાહક છો. જો તમારી સેલેરી સારી છે, નોકરી સ્થિર છે અને ક્રેડિટ હિસ્ટ્રી મજબૂત છે, તો તમને લોન પર ઓછું વ્યાજ મળી શકે છે.
જો કે, લોનનો ગાળો વધારો છો, તો તમારી EMI તો ઘટશે, પરંતુ લોનની કુલ વ્યાજનો ખર્ચ વધી જશે. એટલા માટે એ જરૂરી છે કે, તમે આજની તમારી માસિક ક્ષમતા અને ભવિષ્યના કુલ ખર્ચની વચ્ચે યોગ્ય સંતુલન જાળવો.
હીડેન ચાર્જ, જેને અવગણવા ન જોઈએ- પર્સનલ લોનમાં વ્યાજ ઉપરાંત ઘણા પ્રકારના હિડેન ચાર્જ એટલે કે, વધારાના ખર્ચ છુપાયેલા રહે છે. તેના વિશે જાણવું જરૂરી છે, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે.
પ્રોસેસિંગ ફીઃ લોન એમાઉન્ટના 1-3 ટકા સુધી. પ્રીપેમેન્ટ અથવા પાર્ટ પેમેન્ટ ચાર્જઃ લોન વહેલા ચૂકવવા પર લાગતી પેનલ્ટી. લેટ પેમેન્ટ ચાર્જઃ સમય પર EMI ન આપવા પર ભારે દંડ.
આ બધા ખર્ચ લોનના અસલી ખર્ચને ઘણો વધારી દે છે, પરંતુ મોટાભાગના લોકો માત્ર વ્યાજ દર જોઈને નિર્ણય કરી લે છે અને આ ખર્ચાને અવગણી દે છે. તેનાથી બાદમાં તેમને મુશ્કેલી થાય છે.
લોન લેતા પહેલા આ જરૂર તપાસો- પર્સનલ લોન લેતા પહેલા, ફક્ત વ્યાજ દર જ નહીં, પરંતુ વાર્ષિક ટકાવારી દર (એપીઆર) પણ ધ્યાનમાં લો. આમાં વ્યાજ, પ્રોસેસિંગ અને અન્ય ચાર્જિસનો સમાવેશ થાય છે. તમારા માસિક ખર્ચ અને મુદત દરમિયાન કુલ ચુકવણીનો અંદાજ કાઢવા માટે EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. કટોકટીની સ્થિતિમાં તણાવ ટાળવા માટે EMI તમારા બજેટમાં આરામથી બેસે છે તેની ખાતરી કરો. ઉપરાંત, તપાસો કે પાછળથી વ્યાજ બચાવવા માટે નોંધપાત્ર ચાર્જ વિના પૂર્વ ચુકવણી ઉપલબ્ધ છે કે નહીં.
સમજદારીથી લો લોનનો નિર્ણય- પર્સનલ લોન એક કામનું નાણાકીય ટૂલ હોઈ શકે છે, પરંતુ ત્યારે જ્યારે તમે તેને જવાબદારી સાથે સંભાળો. તેને જલ્દી પૈસા મેળવવાનો રસ્તો માનવું ખોટું છે. લોન લેતા પહેલા તમારા ખર્ચ સમજો, તમારી જરૂરિયાત અને ક્ષમતા ચકાસો અને પછી તુલના કરીને સૌથી યોગ્ય ઓફર પસંદ કરો. આ રીત તમને આકસ્મિત મુશ્કેલીઓ અને દેવાના જાળથી બચાવી શકે છે.

