Richest Indian YouTuber: આજના ડિજિટલ યુગમાં માત્ર નોકરી કે બિઝનેસ જ નહીં, હવે યુટ્યુબ પણ કરોડો કમાવવાનું માધ્યમ બની ગયું છે. ટેક ઈન્ફોર્મર અને માયજાર બ્લોગની રિપોર્ટ અનુસાર, પ્રખ્યાત કોમેડિયન અને કન્ટેન્ટ ક્રિએટર તન્મય ભટ્ટ હવે ભારતના સૌથી અમીર યુટ્યુબર બની ગયા છે. તેમની કુલ અંદાજિત સંપત્તિ ₹665 કરોડ છે, એટલે કે તેઓ કેરીમિનાટી, સમય રૈના, ભુવન બામ અને ટેક્નિકલ ગુરુજી જેવા મોટા યુટ્યુબર્સ કરતાં પણ વધારે કમાય છે.
તન્મય ભટ્ટનો સફર
તન્મયનો સફર એક પ્રેરણાદાયક કહાની છે. શરૂઆતમાં તેઓ All India Bakchod (AIB) ગ્રુપના સહ-સ્થાપક તરીકે જાણીતા હતા. 2018માં AIB બંધ થયા પછી તેમણે મુશ્કેલ સમયનો સામનો કર્યો, પરંતુ હાર માની નહીં. તેમણે લાઇવ સ્ટ્રીમ, રિએક્શન વીડિયો, પોડકાસ્ટ અને બ્રાન્ડ કોલેબોરેશન કરીને પોતાના કરિયરને નવી દિશા આપી.
સામાન્ય કોમેડિયનથી કરોડપતિ સુધી
તન્મય માત્ર ઇન્ટરનેટ કોમેડિયન નથી રહ્યા — તેમણે પોતાની ક્રિએટિવિટી ને મલ્ટી-કરોડના સામ્રાજ્યમાં બદલી દીધી છે. આજે તેમના વીડિયો હ્યુમર અને ઇન્ટરનેટ કલ્ચરના મિશ્રણથી ભરપૂર છે, જેના કારણે લાખો લોકો તેમને અનુસરે છે. તેઓએ અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ પણ કર્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઈન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી (IP) પણ ઊભું કર્યું છે.
ટોચના 10 સૌથી અમીર ભારતીય યુટ્યુબર્સ
ટેક ઈન્ફોર્મર મુજબ ભારતના સૌથી અમીર યુટ્યુબર્સની યાદી નીચે મુજબ છે:
- તન્મય ભટ્ટ – ₹665 કરોડ
- ગૌરવ ચૌધરી (Technical Guruji) – ₹356 કરોડ
- સમય રૈના – ₹140 કરોડ
- CarryMinati (અજય નાગર) – ₹131 કરોડ
- ભુવન બામ (BB Ki Vines) – ₹122 કરોડ
- અમિત ભડાણા – ₹80 કરોડ
- Triggered Insaan – ₹65 કરોડ
- ધ્રુવ રાઠી – ₹60 કરોડ
- રણવીર અલ્હાબાદિયા (BeerBiceps) – ₹58 કરોડ
- સૌરવ જોશી – ₹50 કરોડ
ડિજિટલ ક્રિએટર અર્થતંત્રનો ઉછાળો
રિપોર્ટ મુજબ, ભારતનું ઇન્ફ્લુએન્સર માર્કેટ 2026 સુધીમાં ₹3,000 કરોડથી વધુનું થશે. યુવા પેઢી અને ઇન્ટરનેટની વધી રહેલી પહોંચને કારણે યુટ્યુબ હવે માત્ર મનોરંજન નહીં પરંતુ એક મોટું બિઝનેસ ઈકોસિસ્ટમ બની ગયું છે.

