Ruja Ignatova Most Wanted Criminal : “₹3.8 લાખ કરોડના ગોટાળાની માસ્ટરમાઈન્ડ: માહિતી આપનારને 42 કરોડનું ઇનામ, જાણો આ મહિલા કોણ છે”

Arati Parmar
3 Min Read

નવી દિલ્હી, શનિવાર
Ruja Ignatova Most Wanted Criminal : ક્રિપ્ટોકરન્સી ફરી એકવાર ચર્ચામાં છે. બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)ના ભાવ રોકેટની સ્પીડે વધી રહ્યા છે. આ વચ્ચે એક મહિલા ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ મહિલાનું નામ રૂજા ઇગ્નાટોવા (Ruja Ignatova) છે. આ મહિલા હજારો કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી લઈને ગાયબ થઈ ગઈ છે. આ મહિલાની માહિતી આપનારને 42 કરોડ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. અમેરિકન પોલીસ આ મહિલાની માહિતી આપનારને 42 કરોડ રૂપિયાનું ઈનામ આપશે.

બલ્ગેરિયામાં જન્મેલી રૂજા ઇગ્નાટોવા (Ruja Ignatova) નામની મહિલા વિશ્વની મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. 44 વર્ષની રૂજા પર 4.5 બિલિયન ડોલરના ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો આરોપ છે. રૂજા વર્ષ 2017થી ગાયબ છે. તેની સામે અમેરિકામાં કેસ નોંધાયેલા છે. અમેરિકાની તપાસ એજન્સી FBIએ રૂજાને ભાગેડુ જાહેર કરી દીધી છે. રૂજા છેલ્લે ગ્રીસના એથેન્સમાં એરપોર્ટ પર જોવા મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે રશિયામાં ક્યાંક છુપાયેલી હોઈ શકે છે. રૂજાને ‘ક્રિપ્ટોક્વીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

- Advertisement -

બલ્ગેરિયામાં જન્મેલી રૂજા ઇગ્નાટોવા (Ruja Ignatova) 10 વર્ષની ઉંમરે જર્મની આવી ગઈ હતી. તેણે વર્ષ 2005માં જર્મનીની એક યુનિવર્સિટીમાંથી PhD કર્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂજાએ ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે.રૂજા પર અનેક કૌભાંડોનો આરોપ છે. પરંતુ તેણે જે સૌથી મોટું કૌભાંડ કર્યું તે ક્રિપ્ટોકરન્સીમાં હતું. વર્ષ 2014માં રૂજાએ વનકોઈન લિમિટેડની સ્થાપના કરી હતી. આ કંપની હેઠળ તેણે OneCoin નામની એક ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી હતી. તેણે આ ક્રિપ્ટોકરન્સીમાં પિરામિડ સ્કીમ શરૂ કરી અને લોકોને રોકાણ કરવા માટે કહ્યું હતું.

રૂજા ઇગ્નાટોવાએ ઘણા વાયદાઓ આપીને લોકોને વનકોઈન (OneCoin)માં રોકાણ કરવા માટે મનાવ્યા હતા. તેણે ઘણા લોકો પાસે ‘તેઓને રોકાણ કર્યા બાદ સારું રિટર્ન મળ્યું છે’ એવા ખોટા નિવેદનો પણ અપાવ્યા હતા. જેની વાતમાં 400થી વધારે રોકાણકારો આવી ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તગડા રિટર્નની લાલચમાં રોકાણકારોએ વનકોઈનમાં લગભગ 4.5 બિલિયન ડોલરથી વધારે રકમ રોકી દીધી હતી. વર્ષ 2017માં રૂજા આ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી.

- Advertisement -

રૂજાનો 7 વર્ષથી કોઈ અત્તોપત્તો જ નથી. તેણે 25 ઓક્ટોબરે 2017ના રોજ બલ્ગેરિયાની રાજધાની સોફિયાથી ગ્રીસની રાજધાની એથેન્સની મુસાફરી કરી હતી. જે બાદ તેના વિશે કોઈ જાણકારી જ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે આ સમયે રશિયામાં હોઈ શકે છે.

રૂજા ઇગ્નાટોવા પર છેતરપિંડી, મની લોન્ડરિંગ સહિતના ઘણા આરોપો છે અને કેસ ચાલી રહ્યો છે. FBIએ તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. અમેરિકાએ રૂજા પર 5 મિલિયન ડોલર (લગભગ 42 કરોડ રૂપિયા)નું ઈનામ રાખ્યું છે. આ પુરસ્કાર તેની માહિતી આપનાર વ્યક્તિને આપવામાં આવશે.રૂજાની ઘણી બધી મિલકતો ફ્રીઝ કરવામાં આવી છે. જોકે, રોકાણકારોને હજુ સુધી તેમના પૈસા મળ્યા નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં રૂજાની હત્યાની વાત પણ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની હત્યા વર્ષ 2018માં કરવામાં આવી હતી. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.

- Advertisement -
Share This Article