Adani Enterprises Investment Opportunity: FDથી પણ વધારે કમાણી! અદાણી એન્ટરપ્રાઈઝ લાવ્યું 9.3% વ્યાજ સાથે રોકાણનો મોકો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Adani Enterprises Investment Opportunity: RBI તરફથી રેપો રેટમાં કપાત બાદ બેંકોના ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરો ઘટતા જઈ રહ્યા છે. આ વચ્ચે અબજોપતિ કારોબારી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતણ અદાણી રોકાણકારો માટે બમ્પર કમાણીનો મોકો લઈને આવ્યા છે. વાસ્તવમાં, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝેઝ લિમિટેડે રવિવારે 1,000 કરોડ સુધીના સિક્યોર્ડ, રેટેડ અને લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનું બીજું પબ્લિક ઈશ્યૂ બહાર પાડવાની જાહેરાત કરી છે. આમાં રોકાણકારોને 9.3 ટકા રિટર્ન મળશે.
આ ઈશ્યૂ 9 જુલાઈના રોજ ખુલશે અને 22 જુલાઈના રોજ બંધ થશે. આમાં NCD હોલ્ડર્સને વાર્ષિક 9.30 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવશે. 9.30 ટકા રિટર્ન સામાન્ય રીતે એફડીથી ઘણું સારું છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પણ એફડી પર સરેરાશ 6.5 ટકાથી 7 ટકા વ્યાજ ઓફર કરે છે.

ઓછામાં ઓછા 10,000 રૂપિયા લગાવવા પડશે

- Advertisement -

દરેક NCDની ફેસ વેલ્યૂ 1,000 રૂપિયા છે. અરજીમાં મિનિમમ 10 એનસીડી માટે અરજી કરવાની રહેશે. મિનિમમ અરજી રકમ 10,000 રૂપિયા હશે. જાણકારી અનુસાર, સપ્ટેમ્બર 2025માં લોન્ચ થયેલો 800 કરોડનો અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડનો પહેલો NCD ઈશ્યૂ ખુલતાની સાથે એક જ દિવસમાં પૂરો સબ્સક્રાઈબ થઈ ગયો હતો.

8 સીરીઝમાં ઉપલબ્ધ છે NCD
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડનો NCD 8 સીરીઝમાં ઉપલબ્ધ છે. તેનું ટેન્યોર 24, 36 અને 60 મહિના છે. વ્યાજ ચૂકવણીના વિકલ્પમાં ક્વાર્ટરલી, વાર્ષિક અને ક્યૂમલેટિવ સામેલ છે.
સામાન્ય માણસ માટે NCDનો અર્થ
NCDનું ફુલ ફોર્મ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર છે. જ્યારે કોઈ કંપની સામાન્ય લોકો (રિટેલ રોકાણકારો) પાસેથી ઉધાર લે છે, ત્યારે તે બદલામાં એક દસ્તાવેજ આપે છે જેને NCD કહેવાય છે. આ એક એવું રોકાણ છે જ્યાં તમે કંપનીને પૈસા આપો છો અને કંપની તમને બેંક FDમાં મળે છે તેમ નિશ્ચિત વ્યાજ આપે છે. પરંતુ આ શેર બનતા નથી, તેથી તેમને નોન કન્વર્ટિબલ કહેવામાં આવે છે.

- Advertisement -

 

Share This Article