Rupee vs Thai Baht Exchange Rate: હવે થાઈલેન્ડ-વિયેતનામ જવું મોંઘું પડશે, રૂપિયો 10% ગગડ્યો, એક્સપર્ટે લીધી મજા!

Arati Parmar
2 Min Read

Rupee vs Thai Baht Exchange Rate: નવી દિલ્હી: જો તમે થાઈલેન્ડ કે વિયેતનામમાં રજાઓ ગાળવાનું વિચારી રહ્યા છો, તો હવે આ ટ્રિપ તમારા ખિસ્સા પર ભારે પડશે. તમને લાગશે કે થાઈલેન્ડ અને વિયેતનામ તો સસ્તું છે, તો મોંઘું કેમ? હકીકતમાં, થાઈલેન્ડની કરન્સી બાહ્ટ (Baht) ની સરખામણીએ ભારતીય રૂપિયાના મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે. આને કારણે ત્યાં જઈને તમારે હવે વધારે રૂપિયા ખર્ચવા પડશે. ફાઈનાન્સ એક્સપર્ટ અક્ષત શ્રીવાસ્તવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે.

રૂપિયામાં ઘટાડાની અસર

- Advertisement -

અક્ષત શ્રીવાસ્તવે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, ભારતીયો ગોવા કરતા થાઈલેન્ડ અને વિયેતનામને વધુ મહત્વ આપી રહ્યા છે. આ ટ્રેન્ડ વચ્ચે ભારતીય રૂપિયો થાઈ બાહ્ટ સામે 10% જેટલો તૂટ્યો છે. તેમણે પોસ્ટના અંતમાં રમૂજ કરતા લખ્યું – “હજુ કરો થાઈલેન્ડ-વિયેતનામ!”

પોસ્ટમાં શું લખ્યું છે?

- Advertisement -

અક્ષતે લખ્યું:

“ગયા વર્ષે આપણે ભારતીયો ગોવાની સરખામણીએ થાઈલેન્ડ અને વિયેતનામને વધુ પ્રાધાન્ય આપી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો (INR) થાઈ બાહ્ટ સામે 10% ઘટ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતીયો માટે થાઈલેન્ડ 10% મોંઘું થઈ ગયું છે. આ તો માત્ર સત્તાવાર આંકડા છે, બિનસત્તાવાર આંકડા તો વધુ ચિંતાજનક છે.”

- Advertisement -

પોતાનો અનુભવ જણાવ્યો

અક્ષતે અત્યારે પોતે થાઈલેન્ડમાં હોવાનું જણાવી અનુભવ શેર કર્યો કે, જ્યારે તમે રૂપિયાને બાહ્ટમાં એક્સચેન્જ કરાવો છો, ત્યારે ગુગલ પર દેખાતા રેટ કરતા વાસ્તવિક રેટ અલગ હોય છે. ‘સ્લિપેજ’ (Slippage) રેટને કારણે ખર્ચમાં વધારાના 2 થી 3% નો વધારો થઈ જાય છે.

રૂપિયામાં કેટલો ઘટાડો થયો? (આંકડાકીય સરખામણી)

સમયગાળો1 ભારતીય રૂપિયાની કિંમત1 બાહ્ટની કિંમત (રૂપિયામાં)અત્યારે (ફેબ્રુઆરી 2026)0.35 થાઈ બાહ્ટ₹ 2.90એક વર્ષ પહેલા0.39 થાઈ બાહ્ટ₹ 2.60

વિયેતનામની કરન્સી ડોંગ (Dong) ની વાત કરીએ તો, અત્યારે 1 રૂપિયો અંદાજે 287 ડોંગ બરાબર છે, જે ગયા વર્ષે 288 ડોંગ હતો. એટલે કે વિયેતનામના ખર્ચમાં બહુ મોટો તફાવત આવ્યો નથી.

Share This Article