SEBI Digital Gold Warning: માત્ર ₹૧૦માં સોનું ખરીદતા પહેલા ચેતી જજો! SEBIની મોટી ચેતવણી: ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ અનિયંત્રિત, રોકાણકારોને મોટું જોખમ

Arati Parmar
4 Min Read

SEBI Digital Gold Warning: વિશ્વમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવોમાં વિક્રમી તોફાની તેજી આવ્યાના પરિણામે આ કિંમતી ધાતુઓ અત્યંત મોંઘી બનતાં ઘણા ખરીદદારોની પહોંચ બહાર જવા લાગતાં ઘણા જવેલર્સ દ્વારા નાની માત્રામાં સોનાની ડિજિટલ ખરીદી કરીને ટૂકડે ટૂકડે રોકાણ કરવા ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસો થતાં જોવાયા છે. જેને લઈ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ 10 રૂપિયા જેટલા ઓછા ભાવે ઓનલાઈન સોનું ખરીદવાના સરળ, સીમલેસ અને અનુકૂળ માર્ગ તરીકે આક્રમકતા સાથે પ્રચાર થઈ રહ્યો છે. જેની ગંભીરતાથી નોંધ લઈ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રોકાણકારોને સંભવિત જોખમો વિશે ચેતવણી આપી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, આવા પ્લેટફોર્મ અનિયંત્રિત એટલે કે તેના પર કોઈ નિયમનકારી તંત્રનું નિયમન લાગુ નથી.

Share This Article