KYCના નિયમો સરળ બનાવ્યા SEBIએ, 24 ડિસેમ્બરથી રોકાણકારોને મળશે આ નવી સુવિધાઓ
SEBI KYC Rule Change: માર્કેટ નિયામક SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ KYC (Know Your Customer)ના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. તેનાથી રોકાણકારોને ઘણી સરળતા મળવાની છે.
મળતી માહિતી અનુસાર, બુધવારે SEBIએ KYCના નિયમોમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. તેનાથી રોકાણકારોને વારંવાર KYC કરવાની ઝંઝટ અને કાગળકામમાંથી પણ રાહત મળશે. ચાલો જાણીએ કે SEBIએ KYCના નિયમોમાં કયા મોટા ફેરફાર કર્યા છે.
SEBIએ કર્યા આ મોટા ફેરફાર
- એકાઉન્ટ ઓપનિંગ ફોર્મના પાર્ટ-IIની સામાન્ય માહિતી હવે KRA સ્તરે કેન્દ્રીયકૃત કરવામાં આવશે, જેથી દરેક જગ્યાએ વારંવાર વિગતો આપવી નહીં પડે.
- 6 મહિના સુધી ઝીરો બેલેન્સ અને કોઈ વ્યવહાર ન થયો હોય તેવા ફોલિયોની માહિતી ફંડ હાઉસે 5 કાર્યકારી દિવસમાં આપવી પડશે.
- જો KRA સિસ્ટમમાં મોબાઇલ નંબર પહેલેથી વેરિફાઇડ હોય અને આધાર સાથે જોડાયેલો હોય, તો ફરીથી વેરિફિકેશન કરાવવું વૈકલ્પિક રહેશે.
- PAN અને આધાર પર નામ અપડેટ થાય ત્યારે અલગથી નામ બદલ્યાનું પ્રમાણપત્ર આપવાની જરૂર રહેશે નહીં.
- ભારતમાં રહેતા OCI કાર્ડધારકો અને વિદેશી નાગરિકો જો ભારતીય સરનામાનો વેરિફાઇડ પુરાવો આપે, તો તેમને વિદેશી સરનામાનો પુરાવો આપવો પડશે નહીં.
- SEBI દ્વારા KYCમાં કરવામાં આવેલા આ ફેરફારો 24 ડિસેમ્બર 2026થી લાગુ થશે.
- 24 ડિસેમ્બર બાદથી રોકાણકારોને આ સુવિધાઓનો પૂરો લાભ મળી શકશે.
A1 મોડેલ અંગે વિચારણા કરી રહ્યું છે SEBIના ચેરમેન
A1 મોડેલ અંગે વિચારણા કરવાની વાત પણ કહેવામાં આવી છે. તેની માહિતી કોચીમાં SEBIના ચેરમેન તુહિન કાંત પાંડેએ આપી હતી.
નિયામક શેરબજાર માટે AI સેન્ડબોક્સ અને સ્થાનિક સ્તરે સંચાલિત A1 મોડેલ અંગે વિચારણા કરી રહ્યું છે. – તુહિન કાંત પાંડે, ચેરમેન – SEBI
બીજી તરફ, SEBIએ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ માટે અર્લી પે-આઉટનો પ્રસ્તાવ મૂક્યો છે. રોકડની અછત દૂર કરવા માટે તેમને કોમોડિટી ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટની એક્સપાયરીના 30 દિવસ પહેલાં વેચાણની રકમના 80 ટકા હિસ્સાની ચુકવણી મળી શકશે.

