Insurance Scams: વીમા પોલિસીધારકો સાવધાન: ફસાયેલા પૈસા પાછા અપાવવાના નામે નવું કૌભાંડ, IRDAI એ જાહેર કરી ગાઇડલાઇન

Arati Parmar
3 Min Read

Insurance Scams: આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક વસ્તુઓ ખૂબ જ સરળ બની રહી છે, તો બીજી તરફ સાયબર અપરાધની સાથે સાથે નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ સતત ઝડપથી વધી રહ્યા છે. આવા સમયમાં ઠગો માસૂમ લોકોને પોતાનો શિકાર બનાવીને વીમા પોલિસી પર ફસાયેલા પૈસા અથવા મેચ્યોરિટીની લાલચ આપીને પૈસા લઈને ફરાર થઈ જાય છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે તમારે હવે સાવધ થવાની ખૂબ જ જરૂર છે.

IRDAI એ શું આપી મોટી ચેતવણી?

ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ હવે એક નવી ગાઇડલાઇન સંપૂર્ણપણે જાહેર કરી દીધી છે. જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું કે સરકારી અધિકારી અને IRDAI ના કર્મચારી કોઈપણ પોલિસીધારકને ક્યારેય પણ સીધો કોલ કરીને તેમને પરેશાન કરવાનો પ્રયાસ નથી કરતા. આ સિવાય જો કોઈ અજાણી વ્યક્તિ એવો દાવો કરે છે કે તમારી ફસાયેલી રકમ પાછી અપાવવામાં આવશે, તો કોઈ પણ વિલંબ વગર એ સમજવાનો પ્રયત્ન કરો કે તે વ્યક્તિ કોઈ મોટા સાયબર અપરાધનો ભાગ છે.

- Advertisement -

આખરે વેરિફિકેશન કેમ છે ખૂબ જરૂરી?

એટલું જ નહીં, જો કોઈ તમને કોલ પર એવું જણાવે છે કે તે પોતે તમારી વીમા કંપનીનો અધિકારી છે તો સાવધાન થઈ જાઓ. સમય ગુમાવ્યા વિના તમારી વીમા કંપનીના સત્તાવાર કસ્ટમર કેર નંબર પર કોલ કરો અથવા નજીકની શાખામાં જઈને આ મામલે તપાસ કરો. આવું કરવાથી તમે કોઈપણ પ્રકારના ફ્રોડથી સરળતાથી બચી શકશો.

અગાઉથી ચૂકવણી કરવાનું ટાળો

આજના સમયમાં મોટાભાગના ઠગો ટેક્સના નામે પૈસા માંગીને ગુનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં, તેઓ તમને કોઈ અજ્ઞાત બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાની સલાહ આપે છે. હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ કાયદેસરની વીમા કંપની આ રીતે કોઈ અજ્ઞાત એકાઉન્ટમાં ક્યારેય પણ તમને પૈસા મોકલવાની સલાહ નહીં આપે.

- Advertisement -

દસ્તાવેજોની સુરક્ષાનું રાખો ખાસ ધ્યાન

આ વાત તમારા મગજમાં હંમેશા બરાબર ગોઠવી લો કે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોની સુરક્ષા તમારા જ હાથમાં છે. પાન કાર્ડ કે પછી આધાર કાર્ડને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ભૂલથી પણ શેર ન કરો. આ સિવાય કોઈપણ પ્રકારની અસુરક્ષિત વેબસાઇટ પર પણ તમારા દસ્તાવેજોની માહિતી અપલોડ કરવાથી પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરો.

અજાણ્યા સાથે OTP કે પિન ક્યારેય ન કરો શેર

એટલું જ નહીં, મોટાભાગના લોકો સાયબર અપરાધોની જાળમાં એટલા માટે પણ ફસાઈ જાય છે કારણ કે, તેઓ પોતાનો પિન અથવા OTP શેર કરી દે છે. હંમેશા યાદ રાખો કે OTP, UPI પિન કે ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની સાથે ભૂલથી પણ શેર ન કરો, નહીં તો ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

- Advertisement -

આ પણ વાંચો: Cyber Scam Alert: સોશિયલ મીડિયા યુઝર્સ સાવધાન: Reels જોઈને પૈસા કમાવવાની લાલચમાં મિનિટોમાં સાફ થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ – Newz Cafe

Share This Article