ચાંદીના ભાવ રૂા. 90000ને પાર

Reena Brahmbhatt
2 Min Read

ભુજ / અમદાવાદ, તા. 18 : અમેરિકાના ફુગાવાના નબળા આંકડા અને હેજફંડોની સટ્ટાકીય લેવાલીને પગલે ચાંદીની કિંમતોમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે અને પ્રતિ કિલોના ભાવ રૂા. 4000ના મોટા વધારા સાથે પહેલી વાર રૂ.90000 પર પહોંચી ગયા છે. મીડિયા અહેવાલો મુજબ અમદાવાદમાં તો રજતની કિંમતમાં લગભગ રૂ. 4000નો જબ્બર ઉછાળો નોંધાયો છે. જોકે, સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂ.પપ0નો વધારો થયો છે. સોના-ચાંદીના ભાવમાં સતત વધારાને લીધે બજારમાં ખરીદી પર વિપરિત અસર થઈ રહી છે. કચ્છ જિલ્લા સોના-ચાંદી મહામંડળના ભાવ જોતાં ગઇકાલે 1 કિલોના ચાંદીના ભાવ 87700 હતા. આજે ભાવ વધીને 90,000 પર પહોંચતા 2300નો વધારો થયો છે. 999 100 ગ્રામ સોનાના ભાવ ગઇકાલે 759500 હતા, આજે 765000 પર પહોંચ્યો?છે. 100 ગ્રામમાં ભાવ તફાવત રૂા. 5500નો હોતાં સોનાના દશ ગ્રામમાં રૂા. 550નો વધારો જોવા મળી રહ્યો છે.
jewelry gold dia

કચ્છ બુલિયન ફેડરેશનના સોના-ચાંદી ભાવમાં પણ બન્ને દિવસ ભાવવધારાનો તફાવત જોવા મળ્યો છે. ગઇકાલે ચાંદી ચોરસા 1 કિ.ગ્રા.ના રૂા. 87000 હતા જ્યારે આજનો ભાવ 91000 એટલે કે રૂા. 4000નો વધારો દેખાયો છે. 916 એચ.એમ. દાગીના 10 ગ્રામના ગઇકાલ રૂા. 72100 ભાવ હતો. આજે 18-5ના રૂા. 72720 આમ રૂા. 620નો વધારો જોવા મળ્યો છે. તેવી રીતે દાગીના 833 એચ.એમ. દાગીના 750 એચ. એમ 10 ગ્રામના રૂા. 600થી રૂા. 700નો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ચાંદી પ્રતિ કિલો રૂ. 4500ની વિક્રમજનક તેજીમાં રૂ. 87,000 પ્રથમ વખત થયો હતો. એમસીએક્સમાં રૂ. 92,536ની ટોચની સપાટીએ પહોંચ્યો હતો. મુંબઈ-દિલ્હી જેવી માર્કેટોમાં રૂ. 90 હજાર કે 91 હજારના ભાવ પહેલીવાર થયા હતા. ટૂંકમાં ચાંદી હવે નર્વસ નાઇન્ટીના ઝોનમાં પહોંચી ગઈ છે અને ગમે ત્યારે એક લાખ થાય તેવી અપેક્ષા છે. વિશ્લેષકો કહે છે કે, ચાંદીમાં ભયંકર સટ્ટો ગુંથાયો છે. સટ્ટાનું મૂળ ચીનના ઉદ્દીપક પેકેજમાં છે. ચીને શુક્રવારે રૂ. 139 અબજ ડોલરનું ઉદ્દીપક પેકેજ જાહેર કર્યું છે. એ પછી કિંમતી ધાતુઓમાં ચાંદીએ અને બેઝ મેટલમાં કોપરના ભાવે માઝા મૂકી છે. પેકેજને લીધે અર્થતંત્રમાં તેજી આવશે અને માગમાં ખૂબ વધારો થશે એ ગણતરીએ સટ્ટો ખેલાયો છે.

- Advertisement -
Share This Article