Success Story of Pradeep Kannan: ઓરેકલની નોકરી છોડી રેપિડોની મુસાફરીમાં શોધ્યો કરોડોનો બિઝનેસ, એસી કેબિનના બદલે ગલીઓમાં રઝળીને પ્રદીપ કન્નએ ઉભું કર્યું ‘ધ ફાલૂદા શોપ’ નું સામ્રાજ્ય

Arati Parmar
3 Min Read

Success Story of Pradeep Kannan: જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું કે તેને બીજી જગ્યાએ વિસ્તારવાનું વિચારી રહ્યા હોવ તો તમારી રણનીતિ શું હશે? કદાચ તમે તે શહેરનો ડેટા જોશો અથવા ઈન્ટરનેટ પર રિસર્ચ કરશો. આ બધું તમે એસી (AC) રૂમમાં બેસીને કરશો. પરંતુ ‘ધ ફાલૂદા શોપ’ (The Falooda Shop) ના ફાઉન્ડર પ્રદીપ કન્નન (Pradeep Kannan) ની વ્યૂહરચના સાવ અલગ છે.

પ્રદીપ દુનિયાની ટોચની ટેક કંપનીઓમાંની એક ઓરેકલ (Oracle) માં ઓપરેશન્સ હેડના પદ પર હતા. વર્ષ ૨૦૧૯ માં તેમણે નોકરી છોડી ‘ધ ફાલૂદા શોપ’ ની શરૂઆત કરી. પ્રદીપે કોર્પોરેટ મીટિંગ્સ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી દૂર બિઝનેસ સમજવાની અલગ જ રીત અપનાવી છે. તેમનું કહેવું છે કે અસલી બિઝનેસ આઈડિયા એસી ઓફિસના કેબિનમાં નહીં, પણ રસ્તાઓ પર નીકળવાથી મળે છે.

- Advertisement -

એક્સ (X) પર શેર કર્યો અનુભવ

પ્રદીપ કન્નન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના અનુભવો શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે જ્યારે પણ તેમને કોઈ નવા શહેરને સમજવાનું હોય છે, ત્યારે તેઓ ઓફિસ કે ડિજિટલ રિપોર્ટ્સ પર નિર્ભર નથી રહેતા. તેના બદલે તેઓ Rapido ની બાઇક બુક કરે છે અને શહેરની ગલીઓ, બજારો અને ભીડભાડવાળા વિસ્તારોની મુલાકાત લે છે. તેઓ ટ્રાફિક પેટર્ન, દુકાનોની સ્થિતિ અને એ સમજવાનો પ્રયાસ કરે છે કે કઈ દુકાનો કેમ ચાલી રહી છે અને કઈ સંઘર્ષ કરી રહી છે.

સામાન્ય લોકો સાથે વાતચીત

પ્રદીપે પોસ્ટમાં લખ્યું છે કે તે બાઇક રાઇડર્સ અને સ્થાનિક ડ્રાઇવરો સાથે ખુલીને વાતચીત કરે છે. તેઓ તેમની પાસેથી વિસ્તારના વિકાસ, પોપ્યુલર બ્રાન્ડ્સ અને ગ્રાહકોની પસંદગી વિશે પૂછે છે. તેમનું માનવું છે કે ઓનલાઈન ડેટા અને રિસર્ચ રિપોર્ટ્સ ઉપયોગી હોઈ શકે છે, પરંતુ તે ગ્રાઉન્ડ લેવલના અનુભવની જગ્યા લઈ શકતા નથી. તેમના મતે, બિઝનેસની અસલી સમજ લોકોના વ્યવહાર, લાગણીઓ અને બજારની ગતિને નજીકથી જોવાથી મળે છે, જે ઘણીવાર ડેટામાં દેખાતી નથી.

- Advertisement -

‘કમ્ફર્ટ ઝોન’ માંથી બહાર નીકળવું જરૂરી

પ્રદીપનો સંદેશ સ્પષ્ટ છે કે બિઝનેસના નિર્ણયો માત્ર ઓફિસ ડેસ્ક પર બેસીને ન લઈ શકાય. બજારને સમજવા માટે ૯ થી ૫ ની દિનચર્યામાંથી બહાર નીકળવું, અલગ સમુદાયો સાથે જોડાવું અને ગ્રાહકોની વાસ્તવિક પરિસ્થિતિઓને જોવી જરૂરી છે. તેઓ કહે છે કે જે ઉદ્યોગસાહસિકો રોજબરોજના અનુભવોમાંથી શીખવાની આદત કેળવે છે, તેઓ ઘણીવાર એવી તકો ઓળખી લે છે જેને માત્ર ડેટા એનાલિસિસ થી પકડવી મુશ્કેલ હોય છે.

૬ વર્ષમાં ૧૮ આઉટલેટ

પ્રદીપે પોતાની નોકરી છોડ્યાના છ વર્ષ પછી સાબિત કરી દીધું કે દ્રઢ વિશ્વાસ અને સાહસથી શું હાંસલ કરી શકાય છે. તેમની ‘ધ ફાલૂદા શોપ’ ની શરૂઆત ૧૦x૧૦ ના એક નાના સ્ટોલથી થઈ હતી. આજે પ્રદીપનો બિઝનેસ ઘણો ફેલાઈ ચૂક્યો છે. તે ભારતની સાથે દુબઈ સહિત ૧૮ થી વધુ આઉટલેટ્સ ધરાવતી એક સફળ બ્રાન્ડ બની ગઈ છે. તેમનું વાર્ષિક ટર્નઓવર ૯ કરોડ રૂપિયાથી વધુ છે.

- Advertisement -
Share This Article