Synthetic Gold and Gold Prices: શું હવે બજારમાં આવશે Synthetic Gold? સોનાના ભાવમાં આવશે મોટો ઘટાડો?
લેબોરેટરીમાં Synthetic Gold બનાવવાની ચર્ચાએ સોનાના બજારને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. પારા (Mercury) જેવા પદાર્થમાંથી સોનું બનાવવાની ટેક્નોલોજી અંગે થયેલા દાવાઓએ હવે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
જો ભવિષ્યમાં Synthetic Gold મોટા પ્રમાણમાં અને ઓછા ખર્ચે બનાવવું શક્ય બનશે, તો શું તેની સીધી અસર કુદરતી સોનાના બજાર પર પડશે?
શું સોનાની ઉપલબ્ધતા વધશે? શું સોનાના ભાવ ઘટશે? અને જે લોકોએ સોનામાં રોકાણ કર્યું છે, તેમના રોકાણના મૂલ્ય પર તેની અસર પડશે?
જોકે, Synthetic Goldનું મોટા પાયે વ્યાપારી ઉત્પાદન શરૂ થઈ ગયું હોવાના વિશ્વસનીય પુરાવા નથી. તેથી અત્યારે સોનાના ભાવમાં ઘટાડો થશે એવું માનવું વહેલું છે.
પરંતુ જો આ ટેક્નોલોજી સફળ થશે, તો ભવિષ્યમાં સોનાના બજારનું ગણિત બદલાઈ શકે છે!
તમને શું લાગે છે? શું આગામી વર્ષોમાં બજારમાં Synthetic Gold આવશે અને કુદરતી સોનાના ભાવને અસર કરશે?

