મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 15 માસની ટોચે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 14 : દેશનો સામાન્ય જણ મોંઘવારીની માર ખમીને માંડ જીવી રહ્યો છે, ત્યારે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આજે શુક્રવારે જારી કરાયેલા આંકડા અનુસાર મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 2.61 ટકા થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.85 ટકા હતો, જ્યારે એપ્રિલ 2024માં ફુગાવો 1.26 ટકા હતો, જે 13 મહિનામાં સૌથી વધુ હતો. આના એક મહિના પહેલાં માર્ચ 2024માં તે 0.53 ટકા હતો.

vegetables inflation

- Advertisement -

ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 0.20 ટકા હતો. બીજી તરફ બુધવારે રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મે મહિનામાં ખાદ્ય ફુગાવો 1.88 ટકા વધ્યો. એપ્રિલની સરખામણીમાં ખાદ્ય ફુગાવો 5.52 ટકાથી વધીને 7.40 ટકા થયો છે. દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો મોંઘવારી દર 5.01 ટકાથી વધીને 7.20 ટકા થયો છે. ઇંધણ અને પાવરનો જથ્થાબંધ ફુગાવાનો દર 1.38 ટકાથી ઘટીને 1.35 ટકા થયો છે. મેન્યુફેક્ચારિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો -0.42 ટકાથી વધીને 0.78 ટકા થયો. અગાઉ ગઈકાલે એટલે કે મે મહિનાના છૂટક ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ મુજબ મે મહિનામાં છૂટક ફુગાવો 4.75 ટકા રહ્યો હતો. આ 12 મહિનાની નીચી સપાટી છે. જ્યારે એક મહિના પહેલાં એટલે કે એપ્રિલમાં રિટેલ ફુગાવો ઘટીને 4.83 ટકા પર આવી ગયો હતો. જથ્થાબંધ ફુગાવામાં લાંબા સમય સુધી વધારાની મોટા ભાગનાં ઉત્પાદક ક્ષેત્રો પર નકારાત્મક અસર પડે છે.

જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા જ ડબલ્યુપીઆઈને નિયંત્રિત કરી શકે છે. મે મહિનામાં ખાદ્ય ફૂગાવો 1.88 ટકા વધ્યો છે. રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજો ખાસ તો શાકભાજીના ઊંચા ભાવને કારણે જથ્થાબંધ મોંઘવારી સતત ત્રીજા મહિને વધીને ર.61 ટકાની સપાટીએ પહોંચી છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહયુ કે મે ર0ર4માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય પદાર્થો,ખાદ્ય ઉત્પાદનોનું નિર્માણ, ક્રૂડ અને કુદરતી ગેસ, ખનીજ તેલ, મેન્યુફેક્ચરિંગ ચીજો વગેરેની કિંમતમાં વધારાને કારણે છે. આંકડા અનુસાર ખાદ્ય ચીજોનો ફૂગાવો મે માસમાં 9.8ર ટકા વધ્યો હતો જે એપ્રિલમાં 7.74 ટકા હતો.

- Advertisement -
Share This Article