Festive Season Business India: નવરાત્રિથી દિવાળી સુધી ખરીદીનો ધમધમાટ, વેપારમાં 7 લાખ કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા

Arati Parmar
3 Min Read

Festive Season Business India: તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. દેશનાં પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં દુર્ગાપૂજાની ધૂમધામ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ભારતમાં નવરાત્રિની ખરીદી શરૂ થઈ ગઈ છે, જે દિવાળી સુધી ચાલુ રહેશે. આ દરમિયાન નાના વેપારીઓના સંગઠન CATએ જણાવ્યું છે કે આ વર્ષે દુર્ગાપૂજા અથવા નવરાત્રિથી લઈને દિવાળી સુધી દેશભરમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થશે.

વેપારમાં 18%નો વધારો થશે

આ વર્ષે દિવાળી 8 નવેમ્બરે મનાવવામાં આવશે. હજી તેમાં ઘણા દિવસો બાકી છે, પરંતુ તેના માટે અત્યારથી જ ખરીદી શરૂ થઈ ગઈ છે. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAT)ના મહામંત્રી અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રિથી દિવાળી સુધી દેશભરમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાનો અંદાજ છે. ગયા વર્ષના વેપારની સરખામણીમાં આ આંકડો આશરે 15-18 ટકા વધુ હોઈ શકે છે. તેમનું કહેવું છે કે નવરાત્રિ અને દુર્ગાપૂજા પછી કરવાચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠપૂજા, ગુરુ નાનક જયંતી અને તુલસી વિવાહ જેવા તહેવારો પણ આવશે. આ દરમિયાન પણ મોટા પ્રમાણમાં ખરીદી થશે.

- Advertisement -

ગયા વર્ષે કેટલા રૂપિયાનો વેપાર થયો હતો

ગયા વર્ષે દિવાળીના પ્રસંગે દેશભરમાં આશરે 6.05 લાખ કરોડ રૂપિયાનો વિક્રમજનક વેપાર થયો હતો. તેમાં આશરે 5.40 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓ અને 65,000 કરોડ રૂપિયાની સેવાઓનો સમાવેશ થતો હતો. આ વર્ષે સેવાઓનો વેપાર ગયા વર્ષની સરખામણીમાં વધવાની શક્યતા છે.

કઈ વસ્તુઓનું વધુ વેચાણ થશે

CATના અંદાજ મુજબ, નવરાત્રિથી દિવાળી સુધીના અંદાજિત તહેવારી વેપારમાં મુખ્ય ક્ષેત્રોનો હિસ્સો આ પ્રમાણે રહી શકે છે.

- Advertisement -
  • કરિયાણું અને FMCG 12%

  • સોનું-ચાંદી અને ઘરેણાં 10%

  • ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ 8%

  • કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓ 7%

  • તૈયાર વસ્ત્રો 7%

  • ભેટની વસ્તુઓ 7%

  • ઘરની સજાવટ 5%

  • ફર્નિચર અને ફર્નિશિંગ 5%

  • મીઠાઈ અને નમકીન 5%

  • કાપડ અને ફેબ્રિક્સ 4%

  • પૂજાની સામગ્રી 3%

  • ફળો અને ડ્રાયફ્રૂટ્સ 3%

  • બેકરી અને કન્ફેક્શનરી 3%

  • પગરખાં 2%

  • અન્ય વસ્તુઓ અને સંબંધિત વેપાર 19%

આ વર્ષે તહેવારોની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ રહેશે. નવરાત્રિથી દિવાળી દરમિયાન પરિવહન, લૉજિસ્ટિક્સ, ઈ-કૉમર્સ ડિલિવરી, પૅકેજિંગ, વેરહાઉસિંગ, હોટેલ-રેસ્ટોરાં, પર્યટન, કેટરિંગ, તંબુ અને સજાવટ, લાઇટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કૅબ અને સ્થાનિક પરિવહન સહિતની અનેક સેવાઓની ભારે માગ રહેવાની શક્યતા છે. — CATના મહામંત્રી અને BJPના સાંસદ પ્રવીણ ખંડેલવાલ

સેવા ક્ષેત્રની ભૂમિકા વધશે

ખંડેલવાલે જણાવ્યું કે આ વર્ષે તહેવારોની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ રહેશે. નવરાત્રિથી દિવાળી દરમિયાન પરિવહન, લૉજિસ્ટિક્સ, ઈ-કૉમર્સ ડિલિવરી, પૅકેજિંગ, વેરહાઉસિંગ, હોટેલ-રેસ્ટોરાં, પર્યટન, કેટરિંગ, તંબુ અને સજાવટ, લાઇટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કૅબ અને સ્થાનિક પરિવહન સહિતની અનેક સેવાઓની ભારે માગ રહેવાની શક્યતા છે. ગયા વર્ષે સેવા ક્ષેત્રમાં આશરે 65,000 કરોડ રૂપિયાના વેપારની સરખામણીમાં આ વર્ષે સેવા ક્ષેત્રમાં 20–25 ટકા સુધીનો વધારો થવાનો પ્રાથમિક અંદાજ છે. તેના આધારે તહેવારોના સમયગાળામાં સેવા ક્ષેત્રનો વેપાર આશરે 80,000 કરોડથી એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

- Advertisement -
Share This Article