8th Pay Commission: મોદી સરકારે આઠમા પગાર પંચને આપી મંજૂરી

Arati Parmar
2 Min Read

8th Pay Commission: મોદી સરકારે નવા વર્ષના પહેલા જ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓને ઘણો ફાયદો થશે. આપને જણાવી દઈએ કે, સાતમા પગાર પંચની ટર્મ વર્ષ 2026માં પૂર્ણ થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ (8th Pay Commission)ને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે 3,985 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી અવકાશ સંશોધન અભિયાન (સ્પેસ રિસર્ચ અભિયાન)ને વધુ વેગ મળવાની સંભાવના છે.

8મા પગાર પંચને મંજૂરી

- Advertisement -

કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આઠમુ પગાર પંચ 2026થી લાગુ થશે, આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે.

બજેટ પહેલા જ કેન્દ્ર સરકારે આપી મંજૂરી

- Advertisement -

કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ (Pay Commission)ની જાહેરાતની લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા. દર 10 વર્ષે નવું પગારપંચ લાગુ કરવાની પરંપરાને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની જાહેરાત થઈ શકે છે. જોકે, બજેટ પહેલા જ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે.

7 પગાર પંચની થઈ ચૂકી છે રચના

- Advertisement -

કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સાત પગાર પંચની રચના કરવામાં આવી છે. દેશમાં પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી.

સરકારી કર્મચારીઓના યુનિયને ઉઠાવી હતી માંગ

આપને જણાવી દઈએ કે, અગાઉના એટલે કે સાતમા પગાર પંચની રચના 28 ફેબ્રુઆરી, 2014ના રોજ કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણો વર્ષ 2016માં લાગુ કરવામાં આવી હતી. જે બાદ કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રેલવે યુનિયન સહિત ઘણા કેન્દ્રીય સરકારી એકમોએ 8માં પગાર પંચની માંગ ઉઠાવી હતી.

Share This Article