Czechia Free Higher Education: જર્મની જ નહીં, યુરોપના આ દેશમાં પણ ભણી શકો છો બિલકુલ ફ્રી, બસ એક સરળ શરત

Arati Parmar
3 Min Read
Czechia Free Higher Education

Czechia Free Higher Education: વિદેશમાં ભણવા માટે સૌથી વધુ જરૂરી શું છે? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોઈ શકે છે. કોઈ કહેશે કે સારા માર્કસ જરૂરી છે અથવા કોઈ કહેશે કે સારી યુનિવર્સિટી હોવી જરૂરી છે, પરંતુ એક વસ્તુ એવી છે, જેના પર દરેક વ્યક્તિ સહમત થશે. તે છે- વિદેશમાં ભણવા માટે પૈસા જરૂરી છે. આ વાત પૂરેપૂરી સાચી છે, કારણ કે પારકા દેશમાં ભણવા માટે લાખો રૂપિયાનું બજેટ હોવું જોઈએ. અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા દેશોમાં તો માત્ર યુનિવર્સિટીની ફી જ 30 લાખથી 50 લાખની વચ્ચે હોય છે.

તેવી જ રીતે જો રહેવા-જમવાના ખર્ચની વાત કરીએ તો તે પણ મહિનાના 1 લાખ રૂપિયાથી ઉપર હોય છે. એવામાં એવું કહી શકાય કે વિદેશમાં અભ્યાસ માત્ર એ જ વિદ્યાર્થી કરી શકે છે, જેની પાસે પહેલાથી જ સારા પૈસા કે સેવિંગ છે. જોકે, આનો અર્થ એવો કતઈ નથી કે ઓછા બજેટવાળા વિદ્યાર્થીઓ વિદેશ જઈને ડિગ્રી મેળવી જ શકતા નથી. ખરેખર, દુનિયામાં કેટલાક દેશો એવા છે, જ્યાં હાયર એજ્યુકેશન ફ્રીમાં પૂરું પાડવામાં આવે છે. આ સુવિધા આપનારા મોટાભાગના દેશો યુરોપમાં આવેલા છે. ચાલો આજે આવા જ એક દેશ વિશે જાણીએ.

- Advertisement -

કયો દેશ ફ્રીમાં કરાવી રહ્યો છે અભ્યાસ?

સામાન્ય રીતે લોકોને લાગે છે કે યુરોપમાં માત્ર જર્મની જ એકમાત્ર એવો દેશ છે, જ્યાં ફ્રી એજ્યુકેશન મળે છે. જર્મનીની સરકારી યુનિવર્સિટીઓમાં કોઈ ટ્યુશન ફી લેવામાં આવતી નથી. પરંતુ જર્મની સિવાય મધ્ય યુરોપમાં આવેલા ચેક રિપબ્લિક અથવા કહીએ ચેકિયામાં પણ વિદેશી વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે છે. યુરોપમાં ભણવું હજારો ભારતીયોનું સપનું છે અને ચેકિયા તેને ફ્રીમાં પૂરું કરવાની તક આપે છે. જો કોઈ ટોપ યુનિવર્સિટીઝ, સુરક્ષિત વાતાવરણ અને ઓછા ખર્ચવાળા દેશમાં ભણવા માંગે છે, તો ચેકિયા તેના માટે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે.

ફ્રીમાં ભણવા સાથે જોડાયેલી શરત શું છે?

હવે અહીં સવાલ ઉઠે છે કે ચેકિયા આખરે ફ્રીમાં કોને ભણાવે છે અને કઈ શરતો પર વગર પૈસે ભણવાની તક મળે છે. ‘સ્ટડી ઇન ચેકિયા’ વેબસાઈટ મુજબ, જે વિદેશી વિદ્યાર્થીઓને ચેક ભાષા આવડે છે, તેઓ આ દેશની કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં ફ્રીમાં અભ્યાસ કરી શકે છે. સરકારી યુનિવર્સિટીમાં ભણવા માટે કોઈ ટ્યુશન ફી આપવી પડશે નહીં. યુનિવર્સિટીમાંથી જે ડિગ્રી મળશે, તે દુનિયાભરમાં માન્ય રહેશે. બસ વિદ્યાર્થીઓએ એ ધ્યાન રાખવાનું છે કે ફ્રીમાં ભણવાની સુવિધા માત્ર એ જ કોર્સ માટે હશે, જેનો અભ્યાસ ચેક ભાષામાં કરાવવામાં આવે છે.

- Advertisement -

ફક્ત આટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને એ ખબર હોવી જોઈએ કે તેમને સરકારી યુનિવર્સિટીમાં માત્ર ટ્યુશન ફી નથી આપવાની. પરંતુ રહેવા-જમવાનો ખર્ચ જાતે જ ઉઠાવવો પડશે. સારી વાત એ છે કે યુરોપના બાકી દેશોની સરખામણીમાં ચેકિયામાં રહેવું સસ્તું છે. જો તમે પણ ઓછા બજેટવાળા સ્ટુડન્ટ છો, તો પછી તમારે ચેકિયાની ભાષા શીખી લેવી જોઈએ અને આ દેશમાં ડિગ્રી લેવા જવું જોઈએ.

Share This Article