Freshers Hiring by Top Companies: 32,000 ફ્રેશર્સની ભરતી કરશે 2 દિગ્ગજ કંપનીઓ

Arati Parmar
1 Min Read

Freshers Hiring by Top Companies: દેશના યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં દેશની બે દિગ્ગજ IT કંપનીઓએ આગામી નાણાકીય વર્ષ (Financial Year)માં કેમ્પસમાંથી લગભગ 32,000 ભરતીઓ કરવાની યોજના બનાવી છે. ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2026માં 20,000 ફ્રેશર્સની ભરતી કરવાની વાત કરી છે, જ્યારે વિપ્રોની 10,000થી 12,000 ફ્રેશર્સને હાયર કરવાની યોજના છે. વિપ્રોએ શુક્રવારે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરતી વખતે આ અંગે માહિતી આપી છે.

આ બે કંપનીઓ કરશે ભરતી

- Advertisement -

વિપ્રોના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર સૌરભ ગોવિલે કહ્યું કે, કંપની દર વર્ષે 10,000-12,000 ફ્રેશર્સની ભરતી કરશે. તેમણે કહ્યું કે, આ વર્ષે કેમ્પસમાંથી 10,000 ફ્રેશર્સની ભરતી કરવામાં આવશે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ કેમ્પસમાંથી લગભગ 7,000 ભરતીઓ કરી હતી. આગામી ક્વાર્ટરમાં 2,500-3,000 લોકોની ભરતી કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, અમે એટલી જ ઓફર આપી રહ્યા છીએ, જેટલી અમે નોકરી આપી શકીએ છીએ.

નિયમિત ભરતી

- Advertisement -

વિપ્રો તેના લેટરલ અને કેમ્પસ હાયરિંગ મોડલ્સની સમીક્ષા કરી રહી છે, જેથી માર્જિન વધારવા માટે કર્મચારીઓના યુટિલાઈઝેશન રેટ સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય. સૌરભ ગોવિલે કહ્યું કે, છેલ્લા 2 વર્ષ દરમિયાન સ્ટોપ-સ્ટાર્ટ અભિગમ બાદ કંપનીએ તમામ પેન્ડિંગ ઓફરને પૂર્ણ કરી છે અને નિયમિત ભરતી (રેગ્યુલર હાયરિંગ) ફરીથી શરૂ કરી છે. કંપની ફ્રેશર લેવલની ભરતી માટે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લઈ રહી છે.

Share This Article