MBBS New Draft Rule: મેડિકલ ક્ષેત્રે મોટો ફેરફાર: MBBS પૂર્ણ કરવા માટે હવે મળશે 10 વર્ષનો સમય, NMC એ જાહેર કર્યો નવો ડ્રાફ્ટ

Arati Parmar
4 Min Read

MBBS New Draft Rule : નેશનલ મેડિકલ કમિશન (NMC) એ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે પ્રવેશની તારીખથી 10 વર્ષની અંદર MBBS નો અભ્યાસ પૂર્ણ કરવો પડશે. ‘ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ (અમેન્ડમેન્ટ) 2023’ માં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે MBBS વિદ્યાર્થીઓને ફરજિયાત ‘રોટેટરી મેડિકલ ઇન્ટર્નશિપ’ સહિત કોર્સ પૂર્ણ કરવા માટે વધુમાં વધુ 10 વર્ષનો સમય મળશે. NEET એક્ઝામની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે પણ NMC ના ડ્રાફ્ટ નિયમને સમજવો જરૂરી છે.

પહેલા MBBS કમ્પ્લીટ કરવાનો નિયમ શું હતો?

- Advertisement -

આ પહેલા MBBS નો અભ્યાસ પૂર્ણ કરવા માટે દસ વર્ષની જ સમય મર્યાદા લાગુ હતી પરંતુ 2023 રેગ્યુલેશન્સમાં તેને 9 વર્ષ કરી દેવામાં આવી હતી. આ સાથે જ ફર્સ્ટ યર (ફર્સ્ટ પ્રોફેશનલ MBBS) માટે વધુમાં વધુ ચાર પ્રયાસ જ મળશે.

1.4 લાખથી વધુ હોઈ શકે છે MBBS સીટો

- Advertisement -

દેશમાં MBBS કોર્સની સીટોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે અને 2026-27 ની સીટો અંગે ફાઇનલ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે MBBS ની સીટો 1.4 લાખથી વધુ હોઈ શકે છે. આ પ્રસ્તાવ લાગુ થવાથી વર્ષ 2023 પહેલા લાગુ સમય મર્યાદા અસરકારક રીતે પુનઃસ્થાપિત થઈ જશે.

NMC એ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને એક્સપર્ટ્સ પાસે 30 દિવસમાં અભિપ્રાય માંગ્યો

- Advertisement -

ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન (અમેન્ડમેન્ટ) રેગ્યુલેશન્સ 2026 ને લઈને ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. NMC એ પોતાની વેબસાઇટ પર અપલોડ કરેલા ડ્રાફ્ટમાં સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ, વાલીઓ, નિષ્ણાતો પાસેથી 30 દિવસની અંદર સૂચનો અને ટિપ્પણીઓ માંગી છે. ત્યારપછી ફાઇનલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ([email protected]) પર સૂચનો મોકલી શકાય છે. કમિશનની વેબસાઇટ https://www.nmc.org.in પર આ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.

MBBS કેટલા વર્ષમાં થાય છે?

જાણકારોનું કહેવું છે કે ભારતમાં MBBS કોર્સ કરવા માટે કુલ મળીને 5.5 થી 6 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. તેમાંથી 4.5 વર્ષ અભ્યાસ કરવો પડે છે અને પછી 1 વર્ષ ઇન્ટર્નશિપ કરવાની હોય છે. ત્યારપછી MBBS નો કોર્સ પૂર્ણ થાય છે. NMC ના એક સિનિયર અધિકારીનું કહેવું છે કે 2021 સુધી MBBS પૂર્ણ કરવા માટે લાગુ કરવામાં આવેલી દસ વર્ષની અવધિને જ ફરીથી લાવવામાં આવી રહી છે. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET ના સ્કોરના આધારે MBBS કોર્સીસમાં પ્રવેશ મળે છે.

કોઈ કારણસર જો સેમેસ્ટર પૂર્ણ ન થયું તો શું?

જો કોઈ કારણોસર કોઈ સેમેસ્ટર પૂર્ણ ન થઈ શકે અથવા એક્ઝામ ક્લિયર ન થઈ શકે તો વિદ્યાર્થી પાસે રી-અપીયર થવાની પૂરતી તક રહેશે. મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીનો MBBS નો અભ્યાસ ત્યાં સુધી પૂર્ણ નહીં ગણાય, જ્યાં સુધી તે ફરજિયાત રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ, 2021 અનુસાર પોતાની રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ પૂર્ણ નહીં કરી લે. MBBS પછી જે વિદ્યાર્થીઓ MD કરવા માંગે છે, તેઓ PG કોર્સીસમાં પ્રવેશ લે છે.

MBBS 1st યર પૂર્ણ કરવા માટે વધુમાં વધુ કેટલા મોકા મળે છે?

ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર ફર્સ્ટ યર પૂર્ણ કરવા માટે વધુમાં વધુ ચાર પ્રયાસનો સમય જ રહેશે. આ જોગવાઈ પહેલાની જેમ જ યથાવત રહેશે. જૂન 2023 માં NMC એ MBBS અભ્યાસક્રમ પૂર્ણ કરવાની મહત્તમ અવધિ 10 વર્ષથી ઘટાડીને નવ વર્ષ કરી દીધી હતી. દસ વર્ષનો નિયમ લાગુ થયા પછી ઘણા વિદ્યાર્થીઓને ફાયદો મળશે.

આ પણ વાંચો: CUET UG Re Exam: ટેકનિકલ ખામી બાદ હવે ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરીથી આપશે પરીક્ષા – Newz Cafe

Share This Article