Google Internship 2026: ગૂગલમાં કરિયર બનાવવાની શાનદાર તક છે. ગૂગલે બેચલર, માસ્ટર અથવા PhD ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલી દીધા છે. વિદ્યાર્થીઓ ટ્રેનિંગની સાથે સારી કમાણી પણ કરી શકે છે. યોગ્ય વિદ્યાર્થીઓ સિલિકોન એન્જિનિયરિંગ ઈન્ટર્ન (PhD, સમર ૨૦૨૬), સોફ્ટવેર એન્જિનિયરિંગ PhD ઈન્ટર્ન (સમર ૨૦૨૬) અને સ્ટુડન્ટ રિસર્ચર (૨૦૨૬) પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકે છે.
હકીકતમાં, ગૂગલ સમયાંતરે ગ્રેજ્યુએટ્સ, માસ્ટર્સ અને પીએચડી વિદ્યાર્થીઓ માટે પેઈડ ઈન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપની તક આપે છે. આ સમયે ગૂગલે સિલિકોન એન્જિનિયરિંગ ઈન્ટર્ન, PhD, સમર ૨૦૨૬, સોફ્ટવેર એન્જિનિયરિંગ PhD ઈન્ટર્ન, સમર ૨૦૨૬ અને સ્ટુડન્ટ રિસર્ચર ૨૦૨૬ પ્રોગ્રામ માટે અરજી કરવાની તક આપી છે. લોકેશન બેંગલુરુ (કર્ણાટક), પુણે (મહારાષ્ટ્ર) અને હૈદરાબાદ (તેલંગાણા) છે.
સ્ટુડન્ટ રિસર્ચર ૨૦૨૬
આ પ્રોગ્રામ Google માં રિસર્ચ, એન્જિનિયરિંગ અને સાયન્સ રોલ્સ માટેની ટીમોમાં પ્લેસમેન્ટ આપે છે. એક સ્ટુડન્ટ રિસર્ચર તરીકે, તમને વાસ્તવિક દુનિયાની મોટી સમસ્યાઓના ઉકેલો (સોલ્યુશન્સ) ડેવલપ કરવા પર ફોકસ કરતા રિસર્ચ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની તક મળશે.
કોણ કરી શકે છે એપ્લાય?
ગૂગલ કરિયર પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએચડી અથવા માસ્ટર્સ સિવાય બેચલર ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ પણ ગૂગલ રિસર્ચ ઈન્ટર્નશિપ માટે એપ્લાય કરી શકે છે. શરત એટલી છે કે, તેમણે કમ્પ્યુટર સાયન્સ, લિંગ્વિસ્ટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોસ્ટેટિસ્ટિક્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ, ઓપરેશન્સ રિસર્ચ, ઇકોનોમિક્સ અથવા નેચરલ સાયન્સ વિષય સાથે ડિગ્રી મેળવી હોય. એપ્લાય કરવાની છેલ્લી તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ છે.
કેવી રીતે કરશો એપ્લાય?
સૌથી પહેલા Google Careers વેબસાઇટ પર જાઓ અને ‘Apply’ સેક્શન પર ક્લિક કરો.
રિઝ્યુમે સેક્શનમાં, એક અપડેટેડ CV અથવા રિઝ્યુમે અપલોડ કરો.
એજ્યુકેશન સેક્શનમાં, અંગ્રેજીમાં હાલની અથવા તાજેતરની સત્તાવાર કે બિનસત્તાવાર ટ્રાન્સક્રિપ્ટ અપલોડ કરો.
ડિગ્રી સ્ટેટસ હેઠળ, તમારી ટ્રાન્સક્રિપ્ટ સબમિટ કરવા માટે ‘હાલમાં અભ્યાસ કરી રહ્યા છો’ (Now Studying) પસંદ કરો.
સિલિકોન એન્જિનિયરિંગ ઈન્ટર્ન, PhD, સમર ૨૦૨૬
જે વિદ્યાર્થીઓ અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તેની સાથે જોડાયેલા કોઈ ટેકનિકલ ફિલ્ડમાં PhD ડિગ્રી કરી રહ્યા છે, તેઓ આ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ છે. ઈન્ટર્ન હાર્ડવેર અને સોફ્ટવેર આર્કિટેક્ટ અને ડિઝાઇનરો સાથે મળીને આગામી પેઢીના ક્લાઉડ સિલિકોનને આર્કિટેક્ટ, મોડેલ, એનાલાઈઝ, ડિફાઇન અને ડિઝાઇન કરશે.
કોણ કરી શકે છે એપ્લાય?
અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા સંબંધિત ટેકનિકલ ફિલ્ડમાં PhD ની ડિગ્રી કરી રહ્યા હોય. હાર્ડવેર સિસ્ટમ ઇન્ટિગ્રેશન, સિગ્નલ અને પાવર ઇન્ટિગ્રિટી, સિસ્ટમ વેલિડેશન, વાયરલેસ કોમ્યુનિકેશન, પ્રોડક્ટ ડિઝાઇન, કમ્પ્યુટર આર્કિટેક્ચર, ડિજિટલ ડિઝાઇન વેરિફિકેશન, ડિજિટલ સર્કિટ, ASIC ફિઝિકલ ડિઝાઇન, FPGA, એમ્બેડેડ સિસ્ટમ, મેમરી સિસ્ટમ પૈકી એક કે તેથી વધુ ક્ષેત્રોમાં અનુભવ હોય. પ્રોગ્રામિંગ લેંગ્વેજ (જેમ કે C++, Python, Verilog, UVM), Synopsys અને Cadence ટૂલ્સમાં અનુભવ હોવો જોઈએ.
સોફ્ટવેર એન્જિનિયરિંગ PhD ઈન્ટર્ન, સમર ૨૦૨૬
ઈન્ટર્નશિપનો સમયગાળો ૧૨-૧૪ અઠવાડિયા છે અને તેમાં પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ, એક એક્ઝિક્યુટિવ સ્પીકર સીરીઝ અને કોમ્યુનિટી-બિલ્ડિંગનો સમાવેશ થાય છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ તમને કોમ્પ્લેક્સ કમ્પ્યુટર સાયન્સ સોલ્યુશન્સ પર કામ કરવાની, સ્કેલેબલ, ડિસ્ટ્રિબ્યુટેડ સોફ્ટવેર સિસ્ટમ ડેવલપ કરવાની અને અનેક નાના પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવાની તક આપશે જે દરેક માટે ઉપયોગી છે.
કોણ એપ્લાય કરી શકે?
સોફ્ટવેર ડેવલપમેન્ટ અથવા અન્ય ટેકનિકલ સંબંધિત ક્ષેત્રમાં PhD પ્રોગ્રામ કરી રહ્યા હોય. એક અથવા વધુ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ (જેમ કે Java, C/C++, Python, JavaScript, Go, વગેરે) નો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત Unix/Linux એન્વાયરમેન્ટમાં કામ કરવાનો અને ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ અને સોફ્ટવેર ડિઝાઇનનો અનુભવ માંગવામાં આવ્યો છે. તાજી જાણકારી માટે ગૂગલ કરિયરની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખતા રહો.

