Hiring Soft Skills Trend: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી એક આદત, જેનો કદાચ તમને અહેસાસ પણ ન હોય, તે તમારા હાથમાં આવેલી નોકરી છીનવી શકે છે. તમારી પર્સનાલિટીનો તે એક ભાગ જેના પર તમે ક્યારેય ધ્યાન નથી આપ્યું, તે તમારી બુદ્ધિ (Inteligence) પર પણ ભારે પડી શકે છે. બદલાતા જોબ માર્કેટનો નવો ટ્રેન્ડ તો આ જ કહે છે. ૨૦૨૬ ના હાયરિંગ ટ્રેન્ડમાં આ ફેરફાર જોવા પણ મળી જશે, જે છેલ્લા કેટલાક સમયથી આકાર લઈ રહ્યો છે. કારણ કે હવે માત્ર શાનદાર ટેકનિકલ સ્કિલ પૂરતી નથી. બીજી અપેક્ષાઓ પર ખરા ઉતરવું પણ એટલું જ જરૂરી છે.
કોણ છે સારા વોકર?
કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષથી વધુ સમય વિતાવી ચૂકેલા, યુકે અને આયર્લેન્ડના સિસ્કો ઓપરેશન્સના હેડ સારા વોકરે જોબ સર્ચ કરનારા દરેક કેન્ડિડેટ માટે આ વોર્નિંગ આપી છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ પોતે કેન્ડિડેટ્સમાં કઈ કઈ ક્વોલિટીઝ જુએ છે અને કઈ વસ્તુને સૌથી મોટો રેડ ફ્લેગ (ખતરાની નિશાની) માને છે.
તે એક વસ્તુ શું છે?
ફોર્ચ્યુન સાથે વાત કરતા વોકરે એક મોટી સલાહ આપી દીધી, ‘કોન્ફિડન્સ જરૂરી છે, પણ ઈગો (અહંકાર) નહીં’. તેમના મતે માણસનું એક લક્ષણ તરત જ તેના સૌથી દમદાર રેઝ્યૂમે પર પણ ભારે પડી શકે છે. તે છે ‘ઘમંડ (Arrogance)’. વોકરે તો ત્યાં સુધી કહ્યું કે જે લોકો પોતાની જાતને જરૂર કરતા વધારે મહત્વ આપે છે, તેને તેઓ હાયરિંગ માટે સૌથી મોટો રેડ ફ્લેગ માને છે. અને આ સીનિયોરિટીના દરેક સ્તર પર લાગુ પડે છે.
ઓછી સ્કિલ ચાલશે, પણ ઘમંડ નહીં
એવું એટલા માટે કારણ કે ઘમંડ કોઈપણ વ્યક્તિને પોતાની જાતને સમજતા રોકે છે. તે માણસ પોતાનો વિકાસ કરવાનું વિચારતો પણ નથી, કારણ કે તેને તેની જરૂર જ નથી લાગતી. વોકર સાફ-સાફ કહે છે કે ઓછી સ્કિલ કે ઓછા અનુભવ વાળા માણસ સાથે કામ કરવા કરતા ક્યાંય વધુ મુશ્કેલ હોય છે એરોગન્ટ (અભિમાની) વ્યક્તિ સાથે કામ કરવું. કારણ કે ટેકનિકલ સ્કિલ શીખવી શકાય છે, પરંતુ શીખવાની ક્ષમતા, ઉત્સુકતા અને એટિટ્યુડ નહીં.
જૂની સફળતાના ભરોસે ન રહો
વોકર સક્સેસને લઈને પણ સાવધાન કરે છે. તેઓ કહે છે કે જૂની સફળતાના ભરોસે રહેવું કોઈપણ વર્કિંગ પ્રોફેશનલ માટે સૌથી ખતરનાક વસ્તુ સાબિત થઈ શકે છે. આજથી ૫-૧૦ વર્ષ પહેલા જે અચીવમેન્ટ્સ (સિદ્ધિઓ) મહત્વની હતી, તે આજે જોબ કે પ્રોગ્રેસની કોઈ ગેરંટી આપી શકતી નથી. તેમની સલાહ છે કે જો તમારે લીડિંગ રોલ્સ જોઈએ અથવા તેમાં ટકી રહેવું હોય તો સતત પોતાની જાતને પૂછતા રહો કે તમારું આગામી ડગલું શું હશે. ન કે પાછલી જીતની ગાડી પર સવાર રહો.
કઈ વસ્તુઓ તમારા પક્ષમાં કામ કરે છે?
સારા વોકરના મતે તેમનો આ અભિપ્રાય દાયકાઓ સુધી હજારો કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યુ કર્યા પછી મળેલા અનુભવમાંથી નીકળ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે ટેલેન્ટ સિવાય કેન્ડિડેટની કઈ ક્વોલિટીઝ હોય છે જે તેના પક્ષમાં કામ કરે છે. અહીં તેમણે ૩ વસ્તુઓ ગણાવી- પોઝિટિવ એનર્જી, એન્ગેજમેન્ટ અને ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા.

