IIT Jodhpur BS Program: IIT જોધપુરમાં ગણિત અને કમ્પ્યુટિંગનો નવો BS કોર્સ: JEE એડવાન્સ્ડ દ્વારા મેળવો પ્રવેશ, જાણો સંપૂર્ણ વિગત

Arati Parmar
3 Min Read

IIT Jodhpur BS Program: JEE પછી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જોધપુરે વિદ્યાર્થીઓ માટે 4 વર્ષનો નવો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. BS ઇન મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ (BS in Mathematics and Computing) અન્ડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ 2026-27 શૈક્ષણિક સત્રથી શરૂ થઈ રહ્યો છે.

આ કોર્સ સૈદ્ધાંતિક ગણિતની સમજને આધુનિક કમ્પ્યુટેશનલ ટેકનોલોજી સાથે જોડે છે. આ કોર્સમાં પ્રવેશ IIT ના બાકીના કોર્સની જેમ JEE એડવાન્સ્ડ પરીક્ષાના સ્કોર અને JoSAA કાઉન્સિલિંગના આધારે થશે. અહીં પ્રવેશ, બેઠકો અને કોર્સની વિગતો જોઈ લો.

- Advertisement -

IIT જોધપુર BS કોર્સ સ્ટ્રક્ચર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જોધપુરે બેચલર ઓફ સાયન્સ (BS) ઇન મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ કોર્સ 4 વર્ષનો છે. આ કોર્સ સૈદ્ધાંતિક ગણિતના મજબૂત પાયા પર આધુનિક કમ્પ્યુટેશનલ કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

- Advertisement -

આ પ્રોગ્રામ એવા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ ગણિતના ખ્યાલોને સમજતા સમજતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધે છે.

આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, ક્રિપ્ટોગ્રાફી અને વૈજ્ઞાનિક કમ્પ્યુટિંગ વગેરે ક્ષેત્રોનો અભ્યાસ સામેલ છે.

- Advertisement -

કોર્સનો સમયગાળો: 4 વર્ષ (8 સેમેસ્ટર)

કોર્સની બેઠકો: શરૂઆતી બેચમાં માત્ર 40 બેઠકો.

પ્રવેશ પ્રક્રિયા: JEE Advanced ના માધ્યમથી

શૈક્ષણિક વર્ષ: 2026-27 થી શરૂ

વિદ્યાર્થીઓ અહીં ઇન્ટિગ્રલ, ડિફરન્શિયલ ઇક્વેશન્સ, લીનિયર અલ્જીબ્રા, રિયલ એનાલિસિસ જેવા શુદ્ધ ગણિતના અભ્યાસની સાથે-સાથે અલ્ગોરિધમ્સ, પ્રોગ્રામિંગ, ડેટા સ્ટ્રક્ચર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટેશનલ મોડેલિંગ જેવા વિષયો પણ ભણશે.

JEE એડવાન્સ્ડના સ્કોરથી BS કોર્સમાં મળશે પ્રવેશ

IIT જોધપુરના 4 વર્ષના નવા BS (બેચલર ઓફ સાયન્સ) કોર્સમાં પ્રવેશ JEE એડવાન્સ્ડ સ્કોરના આધારે થશે. પસંદગી પ્રક્રિયા અને મેરિટ સંપૂર્ણપણે JEE Advanced રેન્કિંગ પર નિર્ભર રહેશે. અત્યારે JoSAA કાઉન્સિલિંગના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. જે પણ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ લેવા માંગે છે તેઓ અરજી કરી શકે છે.

IIT જોધપુર BS કોર્સ પછી કરિયર સ્કોપ

આ કોર્સ પછી વિદ્યાર્થીઓને રિસર્ચ, ટેક કંપનીઓ, ફિનટેક, ડેટા એનાલિટિક્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ક્વોન્ટિટેટિવ ફાઇનાન્સ સેક્ટરમાં નોકરીની તકો મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ શિક્ષણ (MTech/PhD) મેળવવાની સારી તક હશે. કોર્સ સાથે જોડાયેલી વધુ માહિતી વિદ્યાર્થીઓ [email protected] પરથી પણ મેળવી શકે છે.

આ પણ વાંચો: Aerospace Engineering માં કરિયર બનાવવું છે? જાણો ભારતની કઈ IIT છે સૌથી બેસ્ટ અને શા માટે – Newz Cafe

Share This Article