India AI Film Festival 2026: 16 ફેબ્રુઆરી, 2026 થી દિલ્હીના ભારત મંડપમમાં ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ’ ની શરૂઆત થઈ રહી છે. આ સમિટના ભાગરૂપે 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ કુતુબ મિનાર ખાતે દેશનો પ્રથમ ઈન્ડિયા AI ફિલ્મ ફેસ્ટિવલ (IAFF) યોજાશે. આ ઇવેન્ટમાં 500 થી વધુ ગ્લોબલ લીડર્સ, ટેક દિગ્ગજો અને નીતિ નિર્માતાઓ સામેલ થશે.
લાખોના ઈનામ અને એવોર્ડ સેરેમની
ઈનામની રકમ: શ્રેષ્ઠ AI ફિલ્મો માટે 12,000 ડોલર (આશરે 11 લાખ રૂપિયા) નું ઈનામ રાખવામાં આવ્યું છે.
આયોજક: આ ફેસ્ટિવલને Invideo હોસ્ટ કરી રહ્યું છે અને Nvidia સ્પોન્સર કરી રહ્યું છે.
સહભાગી કંપનીઓ: આમાં મેટા, માઈક્રોસોફ્ટ, OpenAI, ગૂગલ અને એન્થ્રોપિક જેવી દુનિયાની મોટી ટેક કંપનીઓના લીડર્સ એકઠા થશે.
ટેકનોલોજી અને સંસ્કૃતિનો સંગમ
આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય વૈશ્વિક AI ઈનોવેશનને ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડવાનો છે. કુતુબ મિનાર જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ટેકનોલોજીની સાથે ભારતીય સંગીત, ખોરાક અને ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.
ઇવેન્ટ દરમિયાન “ધ ફ્યુચર ઓફ સ્ટોરીટેલિંગ” પર ખાસ ચર્ચાઓ થશે, જેમાં ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો જણાવશે કે કેવી રીતે AI વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગની દુનિયાને બદલી રહ્યું છે.
ઇનવીડિયોના CEOનું નિવેદન
Invideo ના CEO સંકેત શાહના જણાવ્યા અનુસાર, આ ફેસ્ટિવલ માત્ર ટેકનોલોજી બતાવવા માટે નથી, પરંતુ ક્રિએટર્સને મજબૂત બનાવવા અને AI ક્ષેત્રમાં ભારતની લીડરશિપની ઉજવણી કરવા માટે છે. તે સાબિત કરશે કે વર્લ્ડ-ક્લાસ ઈનોવેશન અને રસપ્રદ વાર્તાઓ ભારતમાં પણ બનાવી શકાય છે.
PM મોદી દ્વારા ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારત મંડપમમાં ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો 2026’ નું ઉદ્ઘાટન કરશે. આ ગ્લોબલ સાઉથમાં યોજાનારી પ્રથમ મોટી વૈશ્વિક AI સમિટ છે, જે શુક્રવાર સુધી ચાલશે.

