Spain CRG Research Fellowship: ભારતીય સ્ટુડન્ટ્સ માટે યુરોપમાં રિસર્ચનો મોકો, મળશે €1,000 સુધીની ફ્લાઇટ સહાય
Spain CRG Research Fellowship: શું તમે અંડરગ્રેજ્યુએટ અથવા માસ્ટર્સના સ્ટુડન્ટ છો અને યુરોપની કોઈ વર્લ્ડ-ક્લાસ સંસ્થામાં પ્રેક્ટિકલ રિસર્ચનો અનુભવ મેળવવાનું સપનું જોઈ રહ્યા છો? જો તમારો જવાબ હા છે, તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. સ્પેનના એક પ્રમુખ ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર, ‘સેન્ટર ફોર જિનોમિક રેગ્યુલેશન’ (CRG) દ્વારા 2026-2027 એકેડમિક યર માટે શાનદાર ફેલોશિપની તક આપવામાં આવી રહી છે. આ તક તમારે બિલકુલ છોડવી જોઈએ નહીં.
ભારતીય સ્ટુડન્ટ્સ માટે વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો સાથે કામ કરવાનો, એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અને ભવિષ્યમાં સાયન્ટિફિક કરિયર બનાવવાનો આ એક શાનદાર મોકો છે. CRG દ્વારા 10 ફેલોશિપ ઓફર કરવામાં આવી રહી છે, જે અલગ-અલગ રિસર્ચ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે. જો તમે પણ યુરોપ જઈને રિસર્ચ પ્રોજેક્ટ્સ પર કામ કરવા માંગો છો, તો આ ફેલોશિપ તમારા માટે શ્રેષ્ઠ તક છે.
CRG ફેલોશિપ શું છે?
‘સેન્ટર ફોર જિનોમિક રેગ્યુલેશન (CRG)’નો હેતુ અંડરગ્રેજ્યુએટ અને માસ્ટર સ્ટુડન્ટ્સને CRGમાં રિસર્ચ કરવાની તક આપવાનો છે. તેનો હેતુ તમામ દેશોના સ્ટુડન્ટ્સને સાયન્ટિફિક કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેમને ઇન્ટરનેશનલ લેબમાં કામ કરવાનો એક્સપીરિયન્સ મળી શકે અને તેમની સ્કિલ્સ વધુ સારી બની શકે. દર વર્ષે 10 ફેલોશિપ આપવામાં આવે છે, જે અલગ-અલગ રિસર્ચ પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
ફેલોશિપ હેઠળ શું-શું મળશે?
- ફેલોશિપ મેળવનારા રિસર્ચર્સને 700 યુરો (લગભગ 77 હજાર રૂપિયા) આપવામાં આવશે.
- સ્પેન આવવા-જવા માટે ફ્લાઇટ ટિકિટ પણ આપવામાં આવશે.
- ફ્લાઇટ ટિકિટ માટે 1000 યુરો આપવામાં આવશે.
- ઇન્ટરનેશનલ લેબમાં ટોચના સાયન્ટિસ્ટ સાથે કામ કરવાની તક મળશે.
- એપ્લિકેશન લિંક: CRG Research Training Program 2027
કોણ અપ્લાય કરી શકે?
- આવેદક કોઈ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ અથવા માસ્ટર (MSc ડિગ્રી પ્રોગ્રામ)માં સત્તાવાર રીતે એનરોલ હોવો જોઈએ.
- તેની હોમ યુનિવર્સિટી અને CRG વચ્ચે એક સત્તાવાર લર્નિંગ એગ્રીમેન્ટ/ઇન્ટર્નશિપ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થયેલા હોવા જોઈએ.
- આ તક માત્ર એવા નવા સ્ટુડન્ટ્સ માટે છે, જેઓ અગાઉથી CRGમાં અભ્યાસ અથવા કામ કરી રહ્યા નથી.
- ફેલોશિપ 2026/2027 એકેડમિક યર દરમિયાન પૂર્ણ થવી જોઈએ.
કઈ રીતે અપ્લાય કરવું?
ફેલોશિપ માટે અપ્લાય કરવા માટે સૌથી પહેલાં CRGની વેબસાઇટ પર જાઓ. અહીં રિસર્ચ ગ્રુપ્સ અને લેબ જુઓ, તમારી રુચિ અનુસાર પ્રોજેક્ટ સુપરવાઇઝર અથવા ગ્રુપ લીડરને પસંદ કરો અને તેમની સાથે ઈમેલ દ્વારા સીધો સંપર્ક કરો. તમારા એપ્લિકેશન ફોર્મ સાથે ચાર મુખ્ય દસ્તાવેજ મોકલવાનું ભૂલશો નહીં: તમારા મોટિવેશન અને કરિયરના ટાર્ગેટ વિશે જણાવતો કવર/મોટિવેશન લેટર, તમારી એકેડમિક બેકગ્રાઉન્ડ અને પ્રોજેક્ટ્સ દર્શાવતું CV (બાયોડેટા), તમારી કાબેલિયત સાબિત કરતો પ્રોફેસરનો રેફરન્સ લેટર અને તમારી કોલેજના માર્ક્સનો સત્તાવાર રેકોર્ડ એટલે કે યુનિવર્સિટી ટ્રાન્સક્રિપ્ટ્સ.

