JEE Exam Preparation Tips: IIT માં મેળવવી છે સીટ? અપનાવો આ ૬ ગોલ્ડન આદતો અને JEE મેઈન-એડવાન્સ્ડમાં મેળવો શાનદાર રેન્ક, ટોપર્સની સિક્રેટ સ્ટ્રેટેજીનો ખુલાસો

Arati Parmar
3 Min Read

JEE Exam Preparation Tips: દેશની ટોપ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ IITs માં એડમિશનનું સપનું જોનારા વિદ્યાર્થીઓ JEE મેઈન અને JEE એડવાન્સ્ડ પરીક્ષામાં બેસે છે. આ પરીક્ષામાં સારો સ્કોર કરનારા વિદ્યાર્થીઓ ટોપ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં પહોંચે છે. તેથી સૌથી વધુ જરૂરી છે JEE ની સાચી તૈયારી, કારણ કે તેમાં ટફ કોમ્પિટિશન છે. ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે JEE માં કેવી રીતે કોઈ ટોપ કરે છે અને તૈયારી કેવી રીતે કરવી જોઈએ વગેરે. તેથી આ લેખમાં તમારા માટે ૬ એવી આદતો જણાવવામાં આવી રહી છે, જે તમને IIT ની સીટ અપાવી શકે છે.

સબ્જેક્ટ મુજબ બનાવો ટાઈમ સ્લોટ

JEE મેઈન પરીક્ષામાં સફળતા મેળવવા માટે ટાઈમ મેનેજમેન્ટની મહત્વની ભૂમિકા છે. સતત ભણવાને બદલે વિદ્યાર્થીઓ પોતાના સબ્જેક્ટ્સ જેવા કે- ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ માટે ટાઈમ સ્લોટ બનાવી શકે છે. ફિક્સ ડેઈલી શેડ્યૂલ મુજબ સબ્જેક્ટ વાઈઝ ટોપિક્સ પૂરા કરવાથી સ્ટ્રેસ રહેતો નથી.

- Advertisement -

પ્રોબ્લેમ સોલ્વિંગ સ્પીડ પર કરો ફોકસ

એક્સપર્ટ્સ પણ માને છે કે JEE માં ટોપ રેન્ક મેળવવા માટે માત્ર ફોર્મ્યુલા યાદ રાખવા અને આન્સર રાઈટિંગથી કામ નહીં ચાલે, પરંતુ દરેક ટોપિકના કોન્સેપ્ટને સમજવો જરૂરી છે. તે સવાલોને વધુ સમય આપવાનો છે જે કઠિન છે. આનાથી કોન્ફિડન્સ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્પીડ વધી જશે અને પરીક્ષા સમયે મુશ્કેલી નહીં પડે.

રેગ્યુલર પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ

JEE ટોપર્સની સ્ટ્રેટેજીમાં રેગ્યુલર પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ મુખ્યત્વે સામેલ હોય છે. પાછલા વર્ષોના ક્વેશ્ચન પેપરથી પ્રેક્ટિસ કરવી અને મોક ટેસ્ટ આપવાથી પેપરની સમજ વધે છે. આ આદત તમને તમારી તાકાત અને નબળાઈઓનું એનાલિસિસ કરવામાં, ટાઈમ મેનેજમેન્ટ સુધારવામાં અને પરીક્ષા માટે તૈયાર કરવામાં મદદ કરે છે.

- Advertisement -

ઓછા સમયમાં દરરોજ એક લક્ષ્ય જરૂરી

જ્યારે તૈયારીમાં ઓછો સમય બાકી હોય ત્યારે દરરોજનું એક લક્ષ્ય પૂરું કરવું જરૂરી હોય છે. આ માટે તમે નાના-નાના ટોપિક્સથી શરૂઆત કરી શકો છો. પ્રોડક્ટિવ અને ફોકસ રહેવા માટે આ ખૂબ જરૂરી છે.

પોઝિટિવ થિંકિંગ અને સેલ્ફ-મોટિવેશન

પોઝિટિવ થિંકિંગ અને સેલ્ફ મોટિવેશન પણ એટલું જ જરૂરી છે જેટલી મહેનત તમે કરો છો. ઘણીવાર અમુક ટોપિક્સ કે ચેપ્ટર્સ મૂંઝવણમાં મૂકી દે છે, તો એવામાં પરેશાન થવાને બદલે પોઝિટિવ વિચાર સાથે આગળ વધો. સેલ્ફ મોટિવેટેડ રહો અને તમારા લક્ષ્ય પર ધ્યાન આપો.

- Advertisement -

હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખુશ રહેવું જરૂરી

તમારી તૈયારી દરમિયાન શરીરનું ધ્યાન પણ રાખવાનું છે. એક નિશ્ચિત ટાઈમ ટેબલની સાથે તમારા ડેઈલી રૂટિનમાં પૂરતી ઊંઘ, પૌષ્ટિક ખોરાક અને હળવી કસરત કે યોગ સામેલ કરો. અભ્યાસ દરમિયાન નાના-નાના બ્રેક લેતા રહો અને ખુશ રહો. ફોકસ અને સારા સ્કોર માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ પણ જરૂરી છે.

Share This Article