Indian Overseas Bank Recruitment: ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં મેનેજર, સિનિયર મેનેજરની નવી વેકન્સી, 291 પદો, ₹1.05 લાખ સુધી પગાર

Arati Parmar
4 Min Read

Indian Overseas Bank New Recruitment 2026: બેન્કમાં મેનેજર, સિનિયર મેનેજરના પદ પર નોકરી કરવા માંગતા હો, તો તમારા માટે સરકારી બેન્કમાં નવી તક આવી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મેનેજર, સિનિયર મેનેજર જેવા પદો પર ઉમેદવારોની હાયરિંગ કરવામાં આવશે. આ ભરતીની સત્તાવાર જાહેરાત બેન્કે તાજેતરમાં પોતાની ઓફિશિયલ વેબસાઇટ www.iob.bank.in પર જાહેર કરી છે. ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક આ ભરતી અભિયાન દ્વારા કુલ 291 પદો ભરશે. યોગ્ય ઉમેદવારો કે જેઓ બેન્કમાં ઓફિસર લેવલના પદ પર કામ કરવાની ઈચ્છા ધરાવે છે, ખાસ કરીને તેમના માટે આ ભરતી સુવર્ણ તક છે. બ્રાન્ચ મેનેજર, IT, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, સાયબર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેટર, ક્રેડિટ, રિસ્ક જેવા ડિસિપ્લિનમાં આ પદો ભરવામાં આવશે.

- Advertisement -

IOB સ્પેશ્યાલિસ્ટ ઓફિસર વેકન્સી 2026

પોસ્ટ કોડપદનું નામગ્રેડવેકન્સી
01મેનેજર (બ્રાન્ચ મેનેજમેન્ટ)MMGS-II100
02મેનેજર (IT)MMGS-II65
03મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યોરિટી)MMGS II05
04મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓડિટMMGSII05
05સિનિયર મેનેજર (IT)MMGS III10
06સિનિયર મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યોરિટી)MMGS III03
07સિનિયર મેનેજર (ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓડિટ)MMGS III02
08સિનિયર મેનેજર (ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર)MMGS III10
09સિનિયર મેનેજર (નેટવર્ક એડમિનિસ્ટ્રેટર)MMGS III05
10સિનિયર મેનેજર (સાયબર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેટર)MMGS-III05
11મેનેજર (ક્રેડિટ)MMGS III35
12સિનિયર મેનેજર (ક્રેડિટ)MMGS III15
13સિનિયર મેનેજર (રિસ્ક)MMGS-III06
14આસિસ્ટન્ટ મેનેજર (સિક્યોરિટી)JMGS I25
કુલ291

બેન્ક મેનેજર, સિનિયર મેનેજર માટે લાયકાત

  • શૈક્ષણિક લાયકાત: તમામ પદો માટે અલગ-અલગ લાયકાત સંબંધિત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. મેનેજર બ્રાન્ચ મેનેજમેન્ટ માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને કોઈપણ શેડ્યૂલ્ડ પબ્લિક સેક્ટર બેન્કમાં ઓફિસર તરીકે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. IT મેનેજર માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.E/B.Tech (CS/IT/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન) કર્યું હોવું જોઈએ. અથવા MCA અથવા M.Sc (કમ્પ્યુટર સાયન્સ/IT)ની ડિગ્રી મેળવી હોય. પોસ્ટ ક્વોલિફિકેશન 5 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.
  • મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી માટે ઉમેદવારે B.E/B.Techની ડિગ્રી કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, સાયબર સિક્યોરિટી અથવા ઇન્ફોર્મેશન સિક્યોરિટી અથવા M.E/M.Tech કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, સાયબર સિક્યોરિટી અથવા ઇન્ફોર્મેશન સિક્યોરિટીની ડિગ્રી અને 2 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. મેનેજર IS-ઓડિટ માટે B.E/B.Techની ડિગ્રી કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, સાયબર સિક્યોરિટી અથવા M.E/M.Tech/MCA કર્યું હોવું જોઈએ. સાથે 2 વર્ષનો અનુભવ પણ મેળવેલો હોવો જોઈએ. તેવી જ રીતે અન્ય પદો માટે અલગ-અલગ લાયકાત માંગવામાં આવી છે.
  • ઉંમર મર્યાદા: મેનેજર બ્રાન્ચ મેનેજમેન્ટના પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ અને મહત્તમ 33 વર્ષ હોવી જોઈએ. મેનેજર IT માટે 25-35 વર્ષના ઉમેદવારો યોગ્ય રહેશે. મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી માટે 22થી 32 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. પોસ્ટવાઇઝ મહત્તમ 45 વર્ષ સુધીના ઉમેદવારો લાયકાત મુજબ અરજી કરવા માટે યોગ્ય છે. ઉપરની ઉંમર મર્યાદામાં ઉમેદવારોને નિયમ અનુસાર 03થી 10 વર્ષ સુધીની છૂટ પણ મળશે.

બેન્ક મેનેજરને કેટલો પગાર મળશે?

પોસ્ટ વાઇઝ સ્કેલની જે માહિતી ઉપર ટેબલમાં આપવામાં આવી હતી, પગારનું સ્તર તે મુજબ રહેશે.

  • JMGS I સ્કેલ: ₹48480- ₹85290/- પ્રતિ મહિનો
  • MMGS II સ્કેલ: ₹64820- ₹93960/- પ્રતિ મહિનો
  • MMGS III સ્કેલ: ₹85920-₹105820/- પ્રતિ મહિના સુધી

પરીક્ષા અને ઇન્ટરવ્યૂથી પસંદગી

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં જનરલિસ્ટ ઓફિસર (બ્રાન્ચ મેનેજમેન્ટ) માટે ઇંગ્લિશ, પ્રોફેશનલ નોલેજ, બેન્કિંગ લો એન્ડ પ્રેક્ટિસ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસિસ ઓફ બેન્કિંગ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફોર બેન્કર્સમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે સ્કેલ I/II/IIIમાં ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ, પ્રોફેશનલ નોલેજમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.

- Advertisement -

આ ભરતીમાં ઉમેદવારો અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો બેન્કની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Share This Article