SP vs SSP Police Ranks: SP અને SSP વચ્ચે શું તફાવત છે? જાણો બંનેમાં કોણ હોય છે સૌથી મોટા પોલીસ અધિકારી

Arati Parmar
3 Min Read

SP vs SSP Police Ranks: ભારતના રાજ્યોમાં પોલીસ વિભાગમાં જવાબદારીઓ અનુસાર અલગ-અલગ પદ હોય છે. આમાં એસપી (SP) અને એસએસપી (SSP) ની પોસ્ટ પણ સામેલ છે. જોકે, આ બંને અધિકારીઓ વહીવટ, અપરાધ નિયંત્રણ અને પોલીસ દળોની દેખરેખ સાથે જોડાયેલા લગભગ એક સમાન જ કામ કરે છે, છતાં પણ તેમના અધિકાર, તૈનાતીના સ્થળ અને વરિષ્ઠતામાં થોડો તફાવત હોય છે. SP અને SSP વચ્ચેના આ તફાવતને સમજવાથી લોકોને એ જાણવામાં મદદ મળે છે કે પોલીસ પ્રશાસનનું માળખું કેવું છે અને કોઈ જિલ્લામાં સૌથી વધુ જવાબદારી કોની પાસે હોય છે.

SP નું પૂરું નામ અને પદ

SP નું પૂરું નામ (SP Full Form) પોલીસ અધિક્ષક (Superintendent of Police) હોય છે. તે જિલ્લાના પોલીસ વિભાગના પ્રમુખ અધિકારી હોય છે. એસપી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, અપરાધ નિયંત્રણ કરવા અને જિલ્લાની પોલીસ વ્યવસ્થા સંભાળવા માટે જવાબદાર હોય છે. ઘણા જિલ્લાઓમાં એસપી જ મુખ્ય પોલીસ અધિકારી હોય છે.

- Advertisement -

SSP નું પૂરું નામ અને પદ

SSP નું પૂરું નામ (SSP Full Form in Gujarati) વરિષ્ઠ પોલીસ અધિક્ષક (Senior Superintendent of Police) હોય છે. રાજ્યોની પોલીસ સિસ્ટમમાં આ મોટા અધિકારીની પોસ્ટ છે. સામાન્ય રીતે મોટા જિલ્લાઓ, મહાનગરો અથવા વધુ સંવેદનશીલ વિસ્તારોમાં SSP ની નિમણૂક કરવામાં આવે છે.

SP અને SSP માં તફાવત શું છે?

મોટાભાગના રાજ્યોમાં જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાનું નેતૃત્વ એસએસપી (SSP) અથવા એસપી (SP) કરે છે. જિલ્લામાં પોલીસ વિભાગના સૌથી વરિષ્ઠ અધિકારી આ જ હોય છે. બંને પદોમાં ખાસ તફાવત હોતો નથી. જ્યારે એસપીની પોસ્ટ પર કામ કરતા 9 થી 13 વર્ષની સર્વિસ પૂરી થઈ જાય છે, ત્યારે તે અધિકારી SSP બને છે. બંને અધિકારીઓ સામાન્ય રીતે IPS ઓફિસર હોય છે.

- Advertisement -

એસપી અને એસએસપીના કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ

એસએસપી અને એસપીના કાર્યો અને અધિકારો લગભગ સમાન હોય છે. બંને પદ સામાન્ય જિલ્લાઓની પોલીસ વ્યવસ્થા સંભાળે છે. જોકે, ઉત્તર પ્રદેશમાં કેટલાક મોટા જિલ્લાઓ એવા પણ છે, જ્યાં DIG રેન્કના અધિકારીઓને એસએસપીના પદ પર તૈનાત કરવામાં આવ્યા છે.

કોણ હોય છે મોટા પોલીસ અધિકારી?

વહીવટી દ્રષ્ટિએ SSP અને SP બંને મોટા પોલીસ અધિકારી છે. કાર્ય, અધિકાર અને જવાબદારીના આધારે બંનેનું પોસ્ટિંગ થાય છે. જ્યારે મોટા જિલ્લાઓમાં આઈપીએસ (IPS) બન્યા બાદ એસપી બનાવીને મોકલવામાં આવે છે ત્યારે તેઓ એસપી હોય છે. જ્યારે તેમની સર્વિસના 9 વર્ષથી વધુ થઈ જાય છે ત્યારે અનુભવના આધારે તેમને પોલીસ વિભાગમાં મોટા અધિકારી એસએસપી કહેવામાં આવે છે.

- Advertisement -
Share This Article