NABARD Specialist Recruitment 2026: સરકારી નોકરીની તક, નાબાર્ડમાં 24 જગ્યાઓ માટે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

Arati Parmar
5 Min Read
NABARD Specialist Recruitment 2026

NABARD Specialist Recruitment 2026: સરકારી અધિકારી બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે નાબાર્ડ આ સારી તક આપી રહ્યું છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)એ તાજેતરમાં નિષ્ણાતોની નવી ભરતી જાહેર કરી છે. તેના દ્વારા બેંકમાં જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટ અને સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટની જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.nabard.org પર આ ભરતી માટે અરજી કરી શકે છે.

નાબાર્ડને મુંબઈ મુખ્ય કાર્યાલય માટે સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટની જરૂર છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટની નિમણૂક કરવામાં આવશે. રાજ્ય પ્રમાણે જગ્યાઓ અને ભરતીની વિગતો તપાસ્યા પછી જ અરજી કરો.

- Advertisement -

પદ, સ્થળ અને ખાલી જગ્યાઓ

પદરાજ્યખાલી જગ્યાઓ
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટઆંધ્ર પ્રદેશ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટઆસામ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટછત્તીસગઢ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટગુજરાત01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટહરિયાણા01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટહિમાચલ પ્રદેશ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટજમ્મુ અને કાશ્મીર01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટઝારખંડ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટકર્ણાટક01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટકેરળ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટમધ્ય પ્રદેશ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટમહારાષ્ટ્ર01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટઓડિશા01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટપંજાબ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટરાજસ્થાન01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટતમિલનાડુ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટતેલંગાણા01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટઉત્તરાખંડ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટઉત્તર પ્રદેશ01
જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટપશ્ચિમ બંગાળ01
સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટપશ્ચિમ બંગાળ03
કુલ24

નાબાર્ડ સ્પેશિયાલિસ્ટ ભરતી માટે લાયકાત

  • જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટ: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે કૃષિ વિષયમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. કૃષિ, એગ્રીબિઝનેસ, ગ્રામીણ વિકાસ અથવા મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉમેદવાર પાસે FPO પ્રમોશન અથવા ખેડૂત સંગઠન, ગ્રામીણ વિકાસ અથવા એગ્રીબિઝનેસ પ્રોજેક્ટ અને FPO મેનેજમેન્ટમાં ડિજિટલ સાધનોના ઉપયોગ પૈકી કોઈ એક ક્ષેત્રમાં ઓછામાં ઓછો 1થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 24 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.
  • સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે કૃષિ વિષયમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. કૃષિ, એગ્રીબિઝનેસ, ગ્રામીણ વિકાસ અથવા મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળી શકે છે. FPO પ્રમોશન અથવા ખેડૂત સંગઠન, ગ્રામીણ વિકાસ અથવા એગ્રીબિઝનેસ પ્રોજેક્ટ અને FPO મેનેજમેન્ટમાં ડિજિટલ સાધનોના ઉપયોગ પૈકી કોઈ એક ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3થી 5 વર્ષનો કાર્યઅનુભવ હોવો જોઈએ.

કેટલો પગાર મળશે?

  • જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટ: ₹75,000થી ₹1,00,000.
  • સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટ: ₹1,25,000થી ₹1,50,000.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

  • ટેક્નિકલ મૂલ્યાંકન: ઉમેદવારોની લાયકાત અને અનુભવને ધ્યાનમાં રાખીને 1:3ના પ્રમાણમાં ટેક્નિકલ મૂલ્યાંકન માટે ટૂંકી યાદીમાં પસંદ કરવામાં આવશે. આ પ્રક્રિયા માત્ર સિનિયર પ્રોજેક્ટ એસોસિયેટના પદ માટે રહેશે. તેમાં ટેક્નિકલ મૂલ્યાંકનના 20 ગુણ અને ઇન્ટરવ્યૂના 80 ગુણ રહેશે. જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટના પદ માટે આ પ્રક્રિયા લાગુ પડશે નહીં. ટેક્નિકલ મૂલ્યાંકનમાં એક્સેલ આધારિત રિપોર્ટિંગ અને ડેટા વિશ્લેષણ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, વિશ્લેષણાત્મક કૌશલ્ય અને રજૂઆત કરવાની આવડત તપાસવામાં આવશે.
  • ઇન્ટરવ્યૂ: જુનિયર પ્રોજેક્ટ એસોસિયેટના પદ માટે કુલ 100 ગુણનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેમાં ટેક્નિકલ મૂલ્યાંકન કરવામાં આવશે નહીં.

અરજી ફી અને છેલ્લી તારીખ

  • નાબાર્ડની આ નવી ભરતીમાં અરજી કરવા માટે SC/ST/PWBD ઉમેદવારોએ ઓનલાઇન ₹150 અરજી ફી ભરવાની રહેશે. અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ ₹850 અરજી ફી ભરવાની રહેશે.
  • આ ભરતી માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 7 ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.
  • આ સમયગાળા દરમિયાન ઉમેદવારો નાબાર્ડની સત્તાવાર વેબસાઇટ www.nabard.org પર ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
  • અગાઉ નાબાર્ડની કોઈપણ ભરતી માટે અરજી ન કરી હોય તેવા ઉમેદવારોએ સૌથી પહેલાં ‘Click Here for New Registration’ લિંક પર જઈને નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારને નોંધણી નંબર અને પાસવર્ડની વિગતો મળશે.
  • આ વિગતોની મદદથી લોગ ઇન કરીને અરજીપત્રકમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફી ભરવાની રહેશે અને અરજીપત્રકની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

અરજીપત્રક ભરવાથી લઈને ચુકવણી કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન જ પૂર્ણ કરવાની રહેશે. આ ભરતી સંબંધિત વધુ માહિતી ઉમેદવારો નાબાર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને મેળવી શકે છે.

- Advertisement -
Share This Article