National Book Trust Recruitment 2026: NBTમાં E-Pub Developerની જગ્યાઓ માટે ભરતી, ₹50 હજાર સુધી પગાર

Arati Parmar
3 Min Read
National Book Trust Recruitment 2026

National Book Trust Recruitment 2026: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ બુક ટ્રસ્ટમાં ભરતી કરવામાં આવી રહી છે. નેશનલ બુક ટ્રસ્ટને E-Pub Developerની જરૂર છે. તાજેતરમાં નેશનલ બુક ટ્રસ્ટે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://www.nbtindia.gov.in દ્વારા અરજી કરી શકે છે. નોકરીમાં જોડાતાં જ દર મહિને ₹50 હજાર સુધીનો પગાર મળશે.

નેશનલ બુક ટ્રસ્ટ દેશમાં પુસ્તકોના પ્રકાશન અને પ્રચાર માટે જાણીતી સંસ્થા છે. આ સંસ્થા કરાર આધારિત E-Pub Developerની ભરતી કરી રહી છે. આ પદ પર ઉમેદવારની નિમણૂક માનવબળ પૂરું પાડતી એજન્સી દ્વારા કરવામાં આવશે. શરૂઆતમાં આ ભરતી ત્રણ મહિના માટે રહેશે, પરંતુ જરૂરિયાત મુજબ કાર્યકાળ વધારી શકાય છે. અરજી કરતાં પહેલાં તમામ શરતો અને નિયમો જાણી લેવા જરૂરી છે.

- Advertisement -

NBTમાં E-Pub Developerની ભરતી 2026

કોણ અરજી કરી શકે છે?

  • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હોવી જોઈએ.

  • ડિજિટલ પબ્લિશિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ.

  • HTML, CSS, Adobe Reader, Photoshop અને InDesignનું જ્ઞાન હોવું જોઈએ.

  • પુસ્તકો, વાર્તાઓ અને શૈક્ષણિક સામગ્રીને E-Pub ફોર્મેટમાં રૂપાંતરિત કરવાનો અનુભવ હોવો જોઈએ.

  • E-Pub બનાવવાનાં સાધનો જેવા કે Sigil, Calibre અને સ્કેનિંગ OCRની જાણકારી હોવી જોઈએ.

  • ISBNના નિયમો અને ડિજિટલ કૅટલૉગ તૈયાર કરવાની જાણકારી હોવી જોઈએ. ઉમેદવારને પ્રૂફ રીડિંગ અને કૉપી એડિટિંગની પાયાની સમજ હોવી જરૂરી છે. Unicode ટેક્સ્ટ અને ફોન્ટ વિશે પણ જાણકારી હોવી જોઈએ.

  • ઉમેદવારને વિવિધ ભાષાઓમાં પબ્લિશિંગનો અનુભવ હોય અથવા E-Pub, E-Pub 3ની સમજ અને મેટાડેટા ધોરણોની જાણકારી હોય તો તેને પ્રાથમિકતા મળી શકે છે.

  • ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ.

NBT E-Pub Developer ભરતી 2026ની છેલ્લી તારીખ

ભરતીની વિગતોમાહિતી
ભરતી સંસ્થાનેશનલ બુક ટ્રસ્ટ (NBT)
પદE-Pub Developer
ખાલી જગ્યાઓ06
સત્તાવાર વેબસાઇટwww.nbtindia.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ21 નવેમ્બર 2026
વયમર્યાદા40 વર્ષ સુધી
માસિક પગાર₹40,000થી ₹50,000 સુધી
નોકરીનો પ્રકારકરાર આધારિત

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી માટે ઑફલાઇન પ્રક્રિયા દ્વારા અરજી કરવાની રહેશે. સૌપ્રથમ અરજીપત્રકનું નમૂનું ડાઉનલોડ કરી તેમાં પોતાની તમામ વિગતો ભરો. તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડો. તમામ દસ્તાવેજો સ્વપ્રમાણિત હોવા જોઈએ.

ત્યારબાદ અરજીપત્રક નીચેના સરનામે મોકલી આપો.

“ડેપ્યુટી ડિરેક્ટર (A&E), નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, નેહરુ ભવન, 5 ઇન્સ્ટિટ્યૂશનલ એરિયા, ફેઝ-II, વસંત કુંજ, નવી દિલ્હી-110070.”

અરજી મોકલવાની છેલ્લી તારીખ જાહેરનામું બહાર પડ્યાના 15 દિવસ સુધીની છે. એટલે કે 6 નવેમ્બર 2026થી 21 નવેમ્બર 2026 સુધીમાં પહોંચેલી અરજીઓ સ્વીકારવામાં આવશે. અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો નેશનલ બુક ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
Share This Article