Indian OIL Recruitment 2025: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોકરી મેળવવા માગતા યુવાનો માટે મોટી તક છે. જે પણ ઉમેદવાર આ જગ્યાઓ પર અરજી કરવાનું વિચારી રહ્યા છે, તે ઇન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ માટે ઇન્ડિયન ઓઈલે ફાઇનાન્સ વર્ક માટે આસિસ્ટન્ટ ઓફિસર (ગ્રેડ A0)ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઇન્ડિયન ઓઈલની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ઇન્ડિયન ઓઈલની આ ભરતી માટે જે પણ અરજી કરવાનું વિચારી રહ્યા છે. તે 18 માર્ચ કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા ઇન્ડિયન ઓઈલમાં અધિકારીની નોકરી મેળવી શકાય છે. આ જગ્યાઓ પર અરજી કરતા પહેલા ઉમેદવાર નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચે.
વય મર્યાદા
ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 30 જૂન 2025ના રોજ 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, અનામત વર્ગને ભારત સરકારના નિયમો અનુસાર વયમાં છૂટ આપવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી?
ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા 3 વર્ષીય ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે.
ઓછામાં ઓછા કેટલા માર્ક જોઈએ?
સામાન્ય, EWS, અન્ય પછાત વર્ગ – 55 ટકા
SC, ST, PwBD – 50 ટકા ઉમેદવારે
CA ઇન્ટરમીડિએટ કે CMA ઇન્ટરમીડિએટ પાસ કરેલ હોવું જોઈએ.
પગાર ધોરણ
જે પણ ઉમેદવારની પસંદગી ઇન્ડિયન ઓઈલની જગ્યાઓ પર થાય છે. તેને પગાર રૂપે 40,000 રૂપિયાથી 1,40,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
સાથે જ અન્ય લાભ આ પ્રકારે છે.
મોંઘવારી ભથ્થુ (DA)
અન્ય ભથ્થા (કંપનીના નિયમો અનુસાર)
ગ્રોસ એન્યુઅલ સેલેરી 14.23 લાખ રૂપિયા
પસંદગી પ્રક્રિયા
CA/CMA ઇન્ટરમીડિએટ પરીક્ષામાં મેળવેલા માર્કની ટકાવારી
ગ્રુપ ડિસ્કશન (GD) અને ગ્રુપ ટાસ્ક (GT)
પર્સનલ ઇન્ટરવ્યૂ (PI)

