UN Young Professionals Programme: UNમાં નોકરી કરવા માંગો છો? યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ માટે અરજી શરૂ, ભારતીયો પણ કરી શકશે અરજી

Arati Parmar
3 Min Read

UN Young Professionals Programme: શું તમે સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી સંસ્થામાં કામ કરવા માંગો છો? જો તમારો જવાબ હા હોય, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પોતાના યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ (YPP)ની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે YPP પ્રોગ્રામની એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારત સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય હોવાથી ભારતીય નાગરિકો UN સચિવાલયમાં એન્ટ્રી-લેવલ કરિયર માટે YPP પ્રોગ્રામમાં અરજી કરી શકે છે.

YPP પ્રોગ્રામ હેઠળ અરજદારોએ એક પરીક્ષા આપવાની રહેશે, જેમાં ક્વોલિફાય થનાર ઉમેદવારોનાં નામ એક રોસ્ટરમાં સામેલ કરવામાં આવે છે. ત્યારબાદ આ રોસ્ટરનો ઉપયોગ UN સચિવાલયમાં ખાલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવે છે. જેમ જેમ જગ્યાઓ ખાલી થાય છે, તેમ તેમ આ રોસ્ટરમાં સામેલ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. આ રોસ્ટર 3 વર્ષ સુધી માન્ય રહે છે. રોસ્ટરમાંથી પસંદ થયેલા ઉમેદવારોને UNમાં તેમની પ્રોફેશનલ કરિયરની શરૂઆતમાં પ્રારંભિક તબક્કે 2 વર્ષનો ફિક્સ-ટર્મ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

- Advertisement -

YPP પ્રોગ્રામ કાયમી નોકરીની ગેરંટી નથી

– UN કરિયર વેબસાઇટ અનુસાર, રોસ્ટરમાં નામ સામેલ થવાથી નોકરીની ગેરંટી મળતી નથી.

– જો તમારી પસંદગી રોસ્ટરમાંથી કરવામાં આવે છે અને ત્યારબાદ તમે 2 વર્ષની સર્વિસ પૂર્ણ કરો છો, તો તમને કન્ટિન્યુઇંગ કોન્ટ્રાક્ટ એટલે કે કાયમી નોકરી મળી શકે છે.

- Advertisement -

– YPPનાં પદો P-1 અને P-2 લેવલનાં હોય છે, જે એન્ટ્રી-લેવલ પ્રોફેશનલ અને એસોસિએટ ઓફિસરના પદોને અનુરૂપ છે.

– આ પદો અદીસ અબાબા, બેંગકોક, બેરુત, જિનીવા, નૈરોબી, ન્યૂયોર્ક, સેન્ટિયાગો અને વિયેના સહિતની વિવિધ UN સચિવાલયની કચેરીઓમાં મળી શકે છે.

- Advertisement -

– સફળ ઉમેદવારોએ કોઈપણ UN ડ્યૂટી સ્ટેશન અથવા ફિલ્ડ ઓપરેશનમાં કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

કયા ક્ષેત્રોમાં કામ કરવાનું રહેશે?

ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટીમાં YPPનાં પદો મુખ્યત્વે નીચેના વિભાગોમાં હોય છે.

– ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (DESA).

– યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD).

– પ્રાદેશિક કમિશન, જે UN સચિવાલયની પ્રાદેશિક શાખાઓ તરીકે કામ કરે છે.

આ યુનિટ્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના માર્ગદર્શન હેઠળ આર્થિક, સામાજિક, પર્યાવરણીય અને ટકાઉ વિકાસના મુદ્દાઓ પર ગ્લોબલ પોલિસીને રાષ્ટ્રીય અને પ્રાદેશિક કામગીરી સાથે જોડવામાં મદદ કરે છે. આ પદો હેઠળ આર્થિક બાબતો, સામાજિક બાબતો, વસ્તી સંબંધિત બાબતો, આંકડાશાસ્ત્ર, ડેટા સાયન્સ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલાં અન્ય કાર્યોનો સમાવેશ થાય છે.

ક્યાં અરજી કરવાની રહેશે?

YPP માટે અગાઉથી કોઈ વર્ક એક્સપિરિયન્સ હોવો જરૂરી નથી. આ પ્રોગ્રામ હેઠળ એક પરીક્ષા પણ લેવામાં આવે છે. હવે સવાલ એ છે કે આ પ્રોગ્રામ માટે ક્યાંથી અરજી કરવાની રહેશે. તેનો જવાબ છે UNનું કરિયર પેજ. અરજદારોએ UNના કરિયર પેજ પર જઈને પ્રોગ્રામ માટે અરજી કરવાની રહેશે. અહીં તેમને જરૂરી એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ મળી જશે. તમે અહીં ક્લિક કરીને પણ સીધા આ પ્રોગ્રામ માટે અરજી કરી શકો છો.

Share This Article