American dream shattered: ખેતર વેચી ઘર લેવાની અને દીકરાની અમેરિકાની સપનાની કહાણી

Arati Parmar
2 Min Read

American dream shattered: ગેરકાયદે અમેરિકા ગયેલા 100થી વધુ ભારતીયોનું ડિપોર્ટેશન કરવામાં આવ્યું છે એટલે કે તેમને હવે કાયમ માટે ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. આ લિસ્ટમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સિવાય હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે. જેઓ આજે ગુજરાત પહોંચ્યા છે તેમના પરિવારમાં ભારે ચિંતા છવાયેલી છે. અમેરિકાએ સૈન્ય વિમાન C-17 દ્વારા ભારતીયોને પરત મોકલ્યા છે. પાટણના કેતૂલ પટેલના માતા-પિતા અને મિત્ર દ્વારા દીકરો અમેરિકા ગયો તે અંગે કેટલીક અજાણી વાતો જણાવી છે.

કેતૂલ પટેલ સહિત પાટણ જિલ્લાના પાંચ જેટલા લોકોનો સમાવેશ થાય છે. કેતૂલના માતા-પિતા અને મિત્રએ વાત કરી હતી. જેમાં માતાએ કહ્યું કે, દીકરો 5-6 મહિના પહેલા અમેરિકા ગયો હતો, સુરતમાં તે હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ મંદીના કારણે તેણે બહાર જવાનો નિર્ણય કર્યો હતો. કેતૂલના પિતાએ કહ્યું કે, દીકરો સુરતમાં હતો પરંતુ હીરાના ધંધામાં મંદી આવતા તે અમેરિકા ગયો હતો.

- Advertisement -

કેતૂલના પિતાએ કહ્યું કે, દીકરો સુરતમાં હતો ત્યારે વાત થઈ હતી અને ત્યારે તેણે અમેરિકા જવાની વાત કરી હતી. આ પછી ક્યારેય તેની સાથે વાત થઈ નથી. કેતૂલના પિતાએ જમીન વેચીને સુરતમાં મકાન લીધું હતું. દીકરા કેતૂલે આ મકાન વેચીને અમેરિકા જવાનો નિર્ણય કર્યો હતો.

ગેરકાયદે અમેરિકા ગયેલા કેતૂલના મિત્રએ પણ વાત કરી હતી અને તેમણે કહ્યું કે, કેતૂલ સાથે વાત થઈ હતી પરંતુ તે ક્યાં પહોંચ્યા હતા તે શહેરનું નામ યાદ નથી, આ પછી ક્યારેય વાત થઈ નહોતી. જોકે, તેઓ એ સમયે અમેરિકા પહોંચ્યા નહોતા.

- Advertisement -

પરિવારના સભ્યો તથા મિત્રોને એ વાતની પણ ખબર નથી કે તેમનો દીકરો કોના દ્વારા અમેરિકા ગયો અને તેમને કયા એજન્ટની મદદ લીધી હતી. પિતાએ કહ્યું કે, દીકરો 25 વર્ષથી સુરત રહેતો હતો અને તેની અમેરિકા જવાની અમારી પાસે કોઈ વધારે માહિતી નથી.

- Advertisement -
Share This Article