MBBS In Saudi Arabia: સાઉદી અરબમાં ડોક્ટર બનવું છે? ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી તક: MBBS કોર્સ ફી, એડમિશન પ્રક્રિયા અને ટોચની યુનિવર્સિટીઓ વિશે સંપૂર્ણ માહિતી

Arati Parmar
4 Min Read

MBBS In Saudi Arabia: સાઉદી અરબમાં હાલ 25 લાખથી વધુ ભારતીયો વસે છે, જે ખાડીના આ દેશમાં નોકરી માટે ગયા છે. અહીં રહેતા મોટાભાગના ભારતીયો પોતાના પરિવાર સાથે રહે છે. તેમના બાળકો અહીં અભ્યાસ કરે છે, જ્યારે કેટલાકના બાળકો ભારતમાં ભણે છે. હવે આવા ઘણા માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો સાઉદી અરબમાં આવીને ઉચ્ચ શિક્ષણ, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરે. મધ્યપૂર્વના દેશોમાં ડૉક્ટર અને નર્સ જેવા મેડિકલ વ્યવસાયિકોની ભારે માંગ છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ પણ અહીં મેડિકલ ડિગ્રી મેળવવા ઉત્સુક છે.

સાઉદી અરબમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મેડિકલ અભ્યાસ શક્ય છે. અહીં રહેતા ભારતીય કામદારોના બાળકો પણ સાઉદી અરબની મેડિકલ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો કોઈ સાઉદી અરબમાં ડૉક્ટર બનવા માંગે તો કેટલો ખર્ચ થશે અને એડમિશન પ્રક્રિયા કેવી છે?

- Advertisement -

*સાઉદી અરબનું કોર્સ સ્ટ્રક્ચર

સાઉદી અરબમાં પણ ભારતની જેમ MBBS (બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી) કોર્સ થાય છે, જે 6 થી 7 વર્ષમાં પૂર્ણ થાય છે. પ્રથમ વર્ષ “ફાઉન્ડેશન ઈયર” હોય છે, ત્યારબાદના 4 વર્ષ અકેડમિક અભ્યાસના હોય છે જેમાં ક્લિનિકલ ટ્રેનિંગ અને રિસર્ચનો સમાવેશ થાય છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી 1 વર્ષની ફરજિયાત ઇન્ટર્નશિપ કરવી પડે છે. મોટાભાગની ટોચની યુનિવર્સિટીઓમાં અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને અરબી ભાષાનું જ્ઞાન પણ આવશ્યક છે જેથી ઇન્ટર્નશિપ દરમિયાન મુશ્કેલી ન પડે.

- Advertisement -

ભારતીય વિદ્યાર્થીઓ માટે એડમિશનની શરતો

* ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે 12મુ પાસ હોવુ જરૂરી છે.

- Advertisement -

* PCB વિષયોમાં ઓછામાં ઓછા 70% થી 80% માર્ક્સ હોવા જોઈએ.

* કેટલીક યુનિવર્સિટીઓ SAAT (Saudi Arabian Aptitude Test) અથવા પોતાની એન્ટ્રન્સ પરીક્ષા અને ઈન્ટરવ્યૂ લે છે.

* જે વિદ્યાર્થી ભારત પરત આવીને પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે, તેને NEET પરીક્ષા પાસ કરવી પડશે.

* પ્રવેશ સમયે વિદ્યાર્થીની ન્યૂનતમ ઉંમર 17 વર્ષ હોવી આવશ્યક છે.

* ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે IELTS અથવા TOEFL સ્કોર જરૂરી થઈ શકે છે.

ટોચની મેડિકલ યુનિવર્સિટીઓ

કિંગ સૌદ યુનિવર્સિટી,

કિંગ અબ્દુલઅઝીઝ યુનિવર્સિટી,

અલ-ફૈસલ યુનિવર્સિટી,

ઇમામ અબ્દુલરહમાન બિન ફૈસલ યુનિવર્સિટી,

કિંગ ખાલિદ યુનિવર્સિટી,

કિંગ સૌદ બિન અબ્દુલઅઝીઝ યુનિવર્સિટી ફોર હેલ્થ સાયન્સિસ,

જાઝાન યુનિવર્સિટી,

હૈલ યુનિવર્સિટી,

ઉમ અલ-કુરા યુનિવર્સિટી,

અલ-જૌફ યુનિવર્સિટી.

એડમિશન પ્રક્રિયા

જે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો હોય, તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એપ્લિકેશન ફોર્મ ભરો.

જરૂરી દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, 10મી અને 12મીના માર્કશીટ, IELTS/TOEFL સ્કોરકાર્ડ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, રેકમેન્ડેશન લેટર અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અપલોડ કરો.

એપ્લિકેશન ફી (નૉન-રિફંડેબલ) ભર્યા બાદ જો તમે શૉર્ટલિસ્ટ થશો, તો ઇન્ટરવ્યૂ થશે. ઇન્ટરવ્યૂ પાસ થયા પછી એડમિશન ઓફર લેટર મળશે, જેના આધારે તમે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશો.

MBBSનો ખર્ચ

સાઉદી અરબમાં મેડિકલ અભ્યાસનો ખર્ચ પશ્ચિમી દેશોની તુલનામાં ઓછો છે.

સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક ફી આશરે 3 થી 9 લાખ રૂપિયા છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં 9 થી 21 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

રહેઠાણ અને ભોજનનો વાર્ષિક ખર્ચ આશરે 3.5 થી 6.5 લાખ રૂપિયા થાય છે.

એ રીતે સરકારી કોલેજમાં MBBS પૂર્ણ કરવા 40 થી 75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવશે, જ્યારે ખાનગી કોલેજમાં આ ખર્ચ 1 કરોડ રૂપિયા કરતાં વધુ થઈ શકે છે.

Share This Article