NDA vs NA: ભારતીય સેનામાં Officer બનવા માટે કયો વિકલ્પ પસંદ કરવો? જાણો Eligibility અને Training

Arati Parmar
4 Min Read

NDA vs NA: 12મા ધોરણમાં અભ્યાસ કરતાં અથવા પાસઆઉટ થયા પછી દેશના લાખો યુવાનો ભારતીય સેનામાં Officer બનવાનું સપનું જુએ છે. જ્યારે પણ Defence Forces માં Officer બનવાની વાત આવે છે ત્યારે NDA અને NA શબ્દો સૌથી વધુ સાંભળવા મળે છે. Union Public Service Commission તેનું ફોર્મ પણ ઘણીવાર એકસાથે બહાર પાડે છે, જેને ‘NDA & NA Exam’ કહેવામાં આવે છે. આ કારણે મોટાભાગના Students અને Parents માની લે છે કે આ બંને એક જ વસ્તુના બે નામ છે, જ્યારે હકીકતમાં એવું બિલકુલ નથી.

જો તમે સેનાનો યુનિફોર્મ પહેરવાનું સપનું જોઈ રહ્યા છો તો Form ભરતા પહેલાં NDA અને NA વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. NDA અને NA દ્વારા તમે ભલે ભારતીય સશસ્ત્ર દળોમાં Class-1 Officer બનો છો, પરંતુ તેમની Trainingની રીત, અભ્યાસની Pattern, Selectionના નિયમો અને Trainingનું સ્થળ પણ એકદમ અલગ હોય છે. જાણો NDA અને NA વચ્ચેના મુખ્ય તફાવતો શું છે અને તમારા Career માટે કયો માર્ગ સૌથી સારો રહેશે.

- Advertisement -

Difference Between NDA and NA: NDA અને NAમાં શું તફાવત છે?

NDA (નેશનલ ડિફેન્સ એકેડમી) Tri-Service Academy છે. તેનો અર્થ છે કે અહીં થલ સેના (Army), નૌસેના (Navy) અને વાયુ સેના (Air Force), ત્રણેય માટે Cadets તૈયાર કરવામાં આવે છે. પરીક્ષા પાસ કર્યા પછી પસંદગી અને Meritના આધારે ત્રણમાંથી કોઈ એક Wing મળે છે. જ્યારે NA (નેવલ એકેડમી) ખાસ કરીને માત્ર ભારતીય નૌસેના માટે છે. જો તમે NAનો વિકલ્પ પસંદ કરો છો તો તમારૂ Selection માત્ર અને માત્ર Navyની Executive Branch માટે થશે. તેમાં Army અથવા Air Force માં જવાની તક હોતી નથી.

12મા ધોરણમાં Subjectsનો પ્રશ્ન: કોણ Apply કરી શકે?

Subjectsની વાત કરીએ તો બંનેના નિયમોમાં ઘણો તફાવત છે:

- Advertisement -
  • NDA માટે: 12મા ધોરણમાં Arts અથવા Commerceથી અભ્યાસ કરનારા પણ NDAનું Form ભરી શકે છે. જોકે, ત્યારે તમે માત્ર ભારતીય થલ સેના (Army) માટે જ પાત્ર હશો. Navy અને Air Force માટે 12મા ધોરણમાં Physics અને Maths જરૂરી છે.
  • NA માટે: Naval Academyમાં Arts અથવા Commerceના Students માટે Entryનો કોઈ માર્ગ નથી. NAમાં જવા માટે 12મા ધોરણમાં Physics અને Mathematics (PCM) અનિવાર્ય છે.

NDA અને NAની Training કેવી રીતે થાય છે?

બંને જગ્યાએ મળતી Education અને Degreeની Pattern બિલકુલ અલગ છે:

  • NDA (ખડકવાસલા, પુણે): અહીં Cadets 3 વર્ષ સુધી અભ્યાસ અને Basic Military Training મેળવે છે. અભ્યાસ પૂર્ણ થયા પછી Jawaharlal Nehru Universityમાંથી BA, BSc અથવા BTechની Degree મળે છે. ત્યારબાદ 1 વર્ષની Advanced Training માટે Wingની Academy, જેમ કે IMA અથવા AFA, મોકલવામાં આવે છે.
  • NA (એઝિમાલા, કેરળ): Naval Academyમાં Cadets સીધા 4 વર્ષની BTechનો અભ્યાસ કરે છે. અહીં Naval Trainingની સાથે Engineering Degree પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

NDA અથવા NA, કયો માર્ગ યોગ્ય છે?

જો તમારું સપનું થલ સેના, વાયુ સેના અથવા નૌસેનામાં જોડાવાનું છે અને તમે ત્રણેય સેનાના Cadets સાથે 3 વર્ષ સુધી Trainingનો અનુભવ લેવા માંગો છો તો NDA (નેશનલ ડિફેન્સ એકેડમી) તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ. પરંતુ જો તમારું Focus માત્ર સમુદ્રની લહેરો અને ભારતીય નૌસેના પર છે અને તમે Tech-Minded છો તો 12મા ધોરણ પછી NA સૌથી સચોટ અને સીધો માર્ગ છે.

- Advertisement -
Share This Article