Success Story of Nirmit Parekh: એપલની નોકરી છોડી મૂર્ખ કહેવાયો, હવે બનાવી 9100 કરોડની કંપની!

Arati Parmar
2 Min Read

Success Story of Nirmit Parekh: જીવનમાં તમે ઘણીવાર કેટલાક એવા નિર્ણયો લો છો જે અન્ય લોકોને અટપટા લાગે છે. પરંતુ જ્યારે તમારું ધાર્યું કામ થઈ જાય છે અને તમે સફળ થઈ જાવ છો, ત્યારે લોકોની બોલતી બંધ થઈ જાય છે. આવું જ કંઈક અપના (Apna)ના સ્થાપક નિર્મિત પારેખ સાથે થયું. નિર્મિત પારેખનો જન્મ મુંબઈમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. નિર્મિત પારેખને બાળપણથી જ ટેક્નોલોજીમાં ઘણો રસ હતો અને માત્ર 13 વર્ષની ઉંમરે જ તેમણે રોબોટિક્સ પ્રોગ્રામિંગ શીખી લીધું હતું. એટલું જ નહીં તેમણે 21 વર્ષની ઉંમરે નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી B.Techની ડિગ્રી પણ મેળવી હતી.

7 વર્ષની ઉંમરે બનાવી હતી ડિજિટલ ઘડિયાળ

- Advertisement -

નિર્મિત પારેખને ટેક્નોલોજી પ્રત્યે નાનપણથી જ પ્રેમ હતો. જ્યારે તેઓ 7 વર્ષના હતા ત્યારે તેમણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી હતી. કોલેજમાં અભ્યાસ કરતી વખતે જ તેમણે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જેને તેમણે ઈનકોન ટેક્નોલોજી નામ આપ્યું હતું. જ્યારે તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કરી ત્યારે તેમણે ક્રક્સબોક્સ નામથી વધુ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. નિર્મિત પારેખનો સ્ટાર્ટઅપ આઈડિયા ઈન્ટેલને ખૂબ જ પસંદ આવી ગયો અને તેમણે નિર્મત પારેખનું સ્ટાર્ટઅપ ખરીદી લીધું. કંપનીએ નિર્મિત પારેખને નોકરી ઓફર કરતા તેઓ તેમાં જોડાઈ ગયા.

એપલ કંપનીમાંથી છોડી નોકરી ત્યારબાદ તેઓએ ઈન્ટેલમાં ડેટા એનાલિટિક્સ ડિરેક્ટર તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA પણ કર્યું. MBA કર્યા પછી નિર્મિત પારેખ એપલમાં જોડાઈ ગયા. એપલ કંપનીમાં નોકરી કર્યા બાદ તેમણે આઈફોન બનાવતી કંપની એપલની નોકરી છોડીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તે સમયે ઘણા લોકોને એવું લાગતું હતું કે નિર્મિત પારેખે આ ખોટો નિર્ણય લીધો છે, પરંતુ તેમણે પોતાની હિંમત અને મહેનતથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

- Advertisement -

‘APNA’ પ્લેટફોર્મ લૉન્ચ

નિર્મિત પારેખે બ્લૂ-કોલર નોકરી શોધનારાઓ અને નોકરીદાતાઓ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ‘APNA’ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ કોરોના મહામારી પહેલા શરૂ થયું હતું અને માત્ર 22 મહિનામાં જ તે ભારતનું સૌથી યુવા યુનિકોર્ન બની ગયું હતું. રિપોર્ટ અનુસાર, આજે ‘APNA’ની વેલ્યૂ 9100 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ પ્લેટફોર્મ પર 1,50,000થી વધુ કંપનીઓ રજિસ્ટર્ડ છે. જેમાં Unacademy, Flipkart, Zomato, BigBasket જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article